પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગરના ઓ તરફ થી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવા માં આવેલ જે અનુસંધાને વડોદરા વિભાગ પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ની સૂચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી.મંડોરા નાંઓની સૂચના આધારે પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરિયા, પો.સ.ઇ. શ્રી એન.જે. ટાપરિયા તથા એસ.ઓ.જી.સ્ટાફ ના માણસો નાસતા ફરતા આરોપીઓની તથા એ. ટી.એસ ચાર્ટર મુજબ ની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન સાથેના હે.કો. હરેશ રામકૃષણ નાઓ ને મળેલ બાતમી આધારે જંબુસર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર l ૭૮/૨૦૦૮ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ વિ. મુજબ ના ગુનાના કામે આરોપી આસીફ સિકંદર દીવાન રહે, મગણાદ, તા.જંબુસર, જી.ભરૂચ હાલ રહે. ૧૫૯- બી -૦૩ , એચ .૦૨ EWS આવાશ, અમરોલી રોડ, કોસાડ જી.સુરત નો છેલ્લો તેર વર્ષ થી પોતાની ધરપકડ ન થાય તે માટે સુરત જિલ્લામાં જતો રહેલો તેની સચોટ માહિતી મળેવી છેલ્લા તેર વર્ષથી નાસતો ફરતો આરોપી ABC ચોકડી ભરૂચ ખાતે વોચમાં રહી ઝડપી પાડેલ હોય જેને તા.૨૩/૦૧/૨૦૨૧ ના રોજ હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આગળ ની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર ‘ સી ‘ ડીવી. પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરિયા,
પો.સ.ઇ. શ્રી એન.જે. ટાપરિયા
હે.કો. હરેશ રામકૃષણ
પો.કો. પ્રહલાદસિંહ દનુભા
પો.કો. મો.ગુફરાન મો.આરીફ.