ભરૂચ તાલુકાના નવા શુકલતીર્થ ગામમાં પંચાયત નહિ હોવાના સ્થાનિકોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે.સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના ગામમાં પંચાયત આપવા અથવા તેમના ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે કરી હતી. ભરૂચ તાલુકા શુકલતીર્થ ગામમાં વર્ષ 1968 માં આવેલા પુર બાદ નવા શુકલતીર્થ ગામમાં લોકોને ખસેડવામાં આવ્યા હતાં.જે બાદ 1970 થી નવા શુકલતીર્થના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલા કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતાં.જોકે 54 વર્ષ થયાં હોવા છતાંય નવા શુકલતીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે.ગ્રામજનોને ગ્રામ્યકક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈ પણ પ્રકારનો લાભ નહિ મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નવા શુકલતીર્થના ગ્રામજનોએ તેમના સ્થાનિક લોકોને સભ્ય તરીકે તેમની પંચાયત સ્થાન આપવાની પણ માંગ કરી હતી.નવા શુક્લતીર્થ ગામને કરજણ પંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યાં હોવા છતાં તેઓ આજે પણ મતદાન સહિતના માળખાકીય અધિકારોથી વંચિત રહી ગયાં છે.તેમનો વિસ્તાર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 અને 7માં આવતો હોવા છતાં તેમના વિસ્તારના કોઇ ઉમેદવારી નોંધાવી શક્તાં નથી તેમજ મતદાન પણ કરી શકતાં નથી. જેના પગલે તેમણે કલેક્ટરને રજૂઆત કરી તેમના વિસ્તારને ગ્રામ પંચાયતમાં સંપુર્ણ રીતે સમાવિષ્ટ કરી તેમના મળવાપાત્ર તમામ લાભ મળી શકે તે માટે જરૂરી પગલાં ભરવા કલેક્ટરને આવેદન આપ્યું હતું.
કરજણમાં સમાવિષ્ટ નવા શુકલતીર્થના રહીશોને 54 વર્ષે પણ મતાધિકાર નથી
Views: 36
Read Time:2 Minute, 7 Second