ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન” હેઠળ ભરૂચ SOG પોલીસનો કાફલો અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ખેતરમાં એક ઈસમ વગર પરવાનગીએ ગેરકાયદેસર ગાંજાનો છોડ વાવી ઉછેર કરે છે, ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડી તપાસ કરતાં સ્થળ પરથી 52 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા. ત્યારે ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હતી.આ સાથે જ પોલીસે 52 નંગ ગાંજાના છોડ જેનો વજન આશરે 39 કિલો 650 ગ્રામ જેની કિંમત રૂપિયા 3.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વરના અંદાડા નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત; 3.96 લાખનો મુદ્દામાલ જપ્ત
Views: 39
Read Time:1 Minute, 26 Second