અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની મોટી લાપરવાહી સામે આવી છે. જેમાં વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 25.94 લાખનું બિલ ફટકારવામાં આવતાં ગ્રાહક તેને જોતા જ ચોંકી ઉઠ્યો હતો.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ હીરાલાલ ખુનડે તારીખ-22મી જૂનના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મીટર રીડર તેઓના ઘરે વીજ બિલ ફાડવા આવ્યા હતા. જેમણે ગ્રાહકને 1 હજાર કે 2 હજાર નહિ પરંતુ રૂપિયા 25.94 લાખનું વીજ બિલ પકડાવી દેતાં ગ્રાહકની આંખો પહોળી થઇ ગઈ હતી. દિનેશભાઈ વીજ બિલ જોઈને જ ચોંકી ઉઠ્યા હતા. તેમના ઘરે 2 મહિને માંડ 1 કે 2 હજારનું લાઈટ બિલ આવતું હોય છે, જેના બદલે 25.94 લાખનું લાઈટ બિલ જોઈ તેઓ વિચારમાં મુકાઇ ગયા હતા.ઘટનાને પગલે તેઓ તાત્કાલિક જી.આઈ.ડી.સીમાં આવેલી વીજ કચેરી ખાતે દોડી ગયા હતા અને અધિકારીને વીજ બિલ બતાવતા તેમણે કર્મચારીની ભૂલ થઇ હોવાનું માની તાત્કાલિક નવું બિલ બનાવવા સૂચના આપી હતી. તેમણે ગ્રાહકને તેમનાથી ભૂલ થઇ હોવાનું માની માફી માંગી હતી. જો કે વીજ કંપનીની લાપરવાહીને પગલે ગ્રાહકના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. ત્યારે વીજ કંપની યોગ્ય અધિકારી મારફતે વીજ બિલ બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે વીજ કંપનીએ ગ્રાહકને રૂપિયા 25.94 લાખનું બિલ ફટકાર્યું, ગ્રાહક વીજ કચેરી ખાતે દોડી ગયો
Views: 82
Read Time:1 Minute, 58 Second