ભરૂચ તા.૧૩
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આઝાદીનાં ૭૫ વષૅ પૂણૅ થતા હોઇ આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીનું આયોજન તા.૧૩મી ઓગસ્ટ થી ૨જી ઓકટોબર ૨૦૨૧ માટે સરકાર તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય વિભાગની સુચના અન્વયે એસ.ઓ.પી ગાઇડલાઇનને અનુસરીને ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ અને જન ભાગીદારી સે જન આંદોલન થીમ અનુસાર ભરૂચ શહેરમાં વિદ્યાર્થી યુવક યુવતીઓની દોડનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. આ દોડને શ્રીમાન સી.વી. લટા સાહેબ મે. નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચનાએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યુ હતું. અને કોઠી, જૈન મંદીર – સોનેરી મહેલ થઇને પાંચબત્તી ખાતે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામનો નિયામકશ્રી ઝયનુલ આબેદ્ીન સૈયદે આભાર વ્યકત કર્યો હતો અને રાષ્ટ્રિય કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા આવતી કાલે તા. ૧૪/૦૮/૨૦૨૧નાં શનિવારે સવારે ૯.૦૦ કલાકે સ્વામિનારાયણ મંદિર ધોળીકુઇ દાંડીયા બજાર સ્થળે બીજા દીવસની દોડ માટે ઉપસ્થિત થવા આમંત્રણ પાઠવી સૌ વિસર્જીત થયા હતા.