નાઇટ્રીશ્યન પ્લાન્ટમાં નાઇટ્રો સેલ્યુલોઝના ઉત્પાદન વખતે બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધતા બ્લાસ્ટ થતાં છ કામદાર ઘવાયા, એકની હાલત ગંભીર…

ઝઘડિયા જીઆઇડીસીની નાઈટ્રેક્ષ કેમિકલ્સમાં મંગળવારે સવારે નાઈટ્રીશ્યન પ્લાન્ટમાં નાઈટ્રો સોલ્યુલોઝના ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળા બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધી જતાં સવારે સવા દસ વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકા સાથે વેસલ ફાટી હતી. કંપનીમાં અફરાતફરી સાથે દોડધામ મચી ગઇ હતી.બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં કામ કરતા 6 કામદારો પ્રવીણ વસાવા, સુમન વસાવા, રાહુલ વસાવા, પ્રદીપ વસાવા, ચિરાગ પટેલ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હેડ ઈંજરીના કારણે સુમન વસાવાની હાલત ગંભીર હોવાની વિગતો બહાર આવી છે. ઘટના અંગે પોલીસ અને ફેકટરી ઇન્સ્પેકટરે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઔદ્યોગિક ગઢમાં 4 દિવસ પેહલા જ વિલાયતમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં ગેસ લિકેજની ઘટના ઘટી હતી. જોકે કંપની દ્વારા તંત્રને પણ જાણ નહિ કરી ઘટના ઉપર પરદો પાડી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.ભરૂચ નજીક વિલાયત જીઆઈડીસીમાં ગેસ લિકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 10 કામદારોને અસર થઈ હતી. મળતી માહિતી મુજબ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં હાઇડ્રોજન સલ્ફાઇટ ગેસ લિક થતા ભારે દોડધામ થઈ હતી. તેમાં કોન્ટ્રાક્ટ આધારિત 10 કામદારોને અસર વર્તાતા તેમને ભરૂચ એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 10 પૈકી બે કામદારોની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી હતી. જ્યારે અન્યોને રજા આપી દેવાઈ હતી. કંપનીના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્રારા ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વહેલી સવારથી ધુમ્મસ છતાં દિવસભર બફારો..

Wed Nov 24 , 2021
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવાઇ રહી છે. શિયાળાની ઋતુ જામી છે ત્યારે ગત શુક્રવારે વાતાવરણમાં પલટો આવવા સાથે પંથકમાં માવઠું થયું હતું. જે બાદથી વાતાવરણ તદ્દન બદલાઇ ગયું છે. છેલ્લાં ત્રણેક દિવસથી રાત્રીના સમયે પણ ગરમીનો અહેસાસ થવા સાથે દિવસના સમયે પણ લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં […]

You May Like

Breaking News