મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ : બે-ત્રણ દિવસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ

મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ : બે-ત્રણ દિવસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ

 

મુંબઈમાં ચોમાસાનું આગમન. શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. જયંત સરકારના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે તો મુંબઈમાં 10 જૂનથી ચોમાસું પ્રવેશે છે, પરંતુ આ વર્ષે 1 દિવસ પહેલાં પહોંચ્યું છે.

મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે આજે બુધવારે સવારે 11.45 વાગ્યે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન સમુદ્રમાં 4 થી 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. જો વરસાદ આમ જ વરસતો રહ્યો તો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી છે. આને કારણે કોરોના સંક્રમણ અંગે પણ મુશ્કેલીઓમાં વધારો નોંધાશે.

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આજે મુંબઈ પહોંચી શકે છે. મુંબઈ અને કોંકણમાં આજથી 12 જૂનની વચ્ચે ભારે વરસાદની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે. સાયન, ચેંબુર, બાંદ્રા, અંધેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસભર્યું અને વાદળછાયુ વાતાવરણ છવાયું છે. તો ટેબલ પોઈંટ પર પણ વાદળછાયા વાતાવરણના કારણે અહલાદક દ્વશ્યો સર્જાયા છે. જો કે ઝીરો વિઝીબિલિટીથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂને લો પ્રેશર સર્જાશે. 10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે. અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે. મુંબઈ અને કોંકણમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

સિઝનના પહેલા વરસાદ વચ્ચે મુંબઈમાં હાઈ ટાઈડનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. જેને લઈને ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં 11.45 વાગે હાઈ ટાઈડની ચેતવણી અપાઈ છે. સમુદ્રમાં 4.16 મીટર ઊંચી લહેરો ઉઠી શકે છે. હાઈ ટાઈડ સમયે જો વરસાદ ચાલુ હશે તો મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. જેને કારણે લોકોને પરેશાની થઈ શકે છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હાંસોટનાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલપંપના કર્મી સાથે રૂ. 40 હજારની ચીલ ઝડપ

Wed Jun 9 , 2021
હાંસોટનાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલપંપના કર્મી સાથે રૂ. 40 હજારની ચીલ ઝડપ   હાંસોટ પેટ્રોલ પંપ પર રાકેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહે, દાંત્રાઈ ફળિયું, હાંસોટ, ભરૂચનાઓ છેલ્લા 6 મહિનાથી ફિલર તરીકે કામ કરી રહ્યા હતા. પેટ્રોલ પંપ પર કુલ 5 માણસો 2-2 શિફ્ટ ડ્યુટી કામ કર્યા હોય છે જેથી ફરિયાદી […]

You May Like

Breaking News