અંકલેશ્વરમાં રહેણાક મકાનમાંથી 10 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Views: 74
0 0

Read Time:2 Minute, 4 Second

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.​​​​​​​નશાના સોદાગરો દ્વારા ગુજરાત રાજ્યમાં મોટાપાયે નશીલા પદાર્થ ઘૂસાડવામાં આવી રહ્યા છે, જેને પગલે નશાખોરીની પ્રવૃત્તિને અટકાવવા ભરૂચ એસ.ઓ.જી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે.​​​​​​​પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને ઘરના સોફાસેટના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલ બે પેકેટોમાંથી 10 કિલો 106 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નશીલા પદાર્થના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડપેટ્ટીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પત્રકાર એકતા પરિષદ ગુજરાતના સાબરકાંઠા જિલ્લા નું અધિવેશન હિંમતનગર નાં ટાઉનહોલ ખાતે યોજાયું..

Tue Jun 21 , 2022
Spread the love             પત્રકારો નું સૌથી મોટુ અને શિસ્તબદ્ધ સંગઠન પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભર નાં ખૂણે ખૂણે ફરી દરેક જિલ્લા ની કારોબારી ની રચના કરી જિલ્લા પ્રમુખ શ્રી ને જિલ્લા નાં સમાવિષ્ઠ તાલુકાઓ ની કારોબારી ની રચના પૂર્ણ કરવા જણાવ્યું હતું […]

You May Like

Breaking News

error: Content is protected !!