Read Time:1 Minute, 7 Second
ભરૂચ : તડીપાર થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ
ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી તડીપાર થયેલ આરોપી ઝાડેશ્વર વિસ્તારમાં જણાતા એલ.સી.બી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર તડીપાર થયેલ આરોપીને ઝાડેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પી.આઈની સૂચના અનુસાર વિશાલ ઉર્ફે પોપટ મહેશ વસાવા રહે. ધોળીકુઇ ભાલીયા વાડનાં ટેકરો નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને પ્રોહીબિશનનાં ગુનાઓ અંગે ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. પી.એસ.આઈ એ. એસ. ચૌહાણ અને તેમની ટીમે મહત્વની કામગીરી કરી હતી.