ભરૂચમાં ઓફિસ નાખી કન્ઝ્યુમર લોનનો રેલો..
ભરૂચના સેવન એક્ષમાં ઓફિસ ખોલી લોનના બહાને 30થી વધુને છેતરપિંડી કરનાર વડોદરામાં પોલીસના સકંજામાં
ભરૂચમાં 2017માં મૃત્યુ પામેલાના નામે પણ 2023માં લોન લેવાય હોવાનો અહેવાલ..
ભરૂચમાં છેતરાયેલા લોકો છેલ્લા 2 મહિનાથી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ મથકે મૂકી રહ્યા હતા દોટ..
વડોદરા ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ બાદ ભરૂચમાં પણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત..
ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરમાં લોકોને કન્ઝ્યુમર લોનના બહાને છેતર્યા હોવાની ચોકાવનારી ઘટના..
ભરૂચના સોનેરી મહેલ રોડ નજીક આવેલ સેવન એક્સ કોરીડોરમાં ભાડેથી ઓફિસ રાખી કન્ઝ્યુમર લોન કરવાના બહાને ડોક્યુમેન્ટ લઈ લોન લઈ છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે જેમાં જેના નામે લોન લેવાય છે તેમના ઘરે બેન્ક દ્વારા હપ્તાની ઉઘરાણી તથા સમગ્ર ભાંડો ફૂટ્યો છે જેમાં ભરૂચમાં 30થી વધુ લોકો છેતરાયા હોય અને વડોદરામાં પણ કેટલાક લોકો જોડે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા વડોદરા પોલીસે ગઠીયાની ધરપકડ કરી હોવાની ઘટના સામે આવતા ભરૂચમાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી છે
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચમાં ભાડાની ઓફિસો રાખી કંઝ્યુમર લોન કરવાના બહાને કેટલાક લોકોના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી લોન લઈ ચૂનો ચોપડીઓ હોવાની ઘટના છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને ભોગ બનનારા લોકોએ પોલીસ મથકે અરજીઓનો ખડકલો પણ કર્યો છે પરંતુ ભેજા બાજુના સગળ ન મળતા અરજીઓ પોલીસની તપાસમાં રહી હતી ત્યાં જ ભરૂચમાં જ મોટી માત્રામાં લોકોની સાથે છેતરપિંડી કરનાર ભેગા જ રાજીવ ચોબેએ વડોદરામાં પણ લોનના બહાને કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતા વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં ગંભીર પ્રકારની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેજા બાજને ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે
ભરૂચ પોલીસ મથકોમાં પણ આ જ ભેજા બાજ સામે સંખ્યાબંધ અરજીનો ખડકલો થયો છે અને ભોગ બનનારાઓ પોલીસ મથકે ન્યાયની આશાએ જજુમી રહ્યા છે ભરૂચ ના પોલીસ મથકોમાં રાજીવ ચોબે સામે અનેક અરજીઓ જોવા મળી રહી છે ત્યારે વડોદરામાં ઝડપાયેલા ભેજા બાજની માહિતી સામે આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પણ તેની સામે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી છે હાલ તો ભેજા બાજની વડોદરા ગોત્રી પોલીસે ધરપકાર કરી ભરૂચ પોલીસ દ્વારા પણ તેને ટ્રાન્સફર વોરંટી કબજો મેળવી ભરૂચમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે તે તમામ માહિતી મેળવવા સાથે આગળની કાર્યવાહી કરનાર હોવાની માહિતી સાંપડી રહી છે