આજરોજ ગુજરાત રાજ્યનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું જેમાં નબીપુર સાર્વજનિક હાઇસ્કુલનું 70.93 % પરિણામ આવ્યું હતું. જેમાં અપેક્ષિત રીતે વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ છે. જેમાં
બોરા સાનીઆ ઇમરાન 93 % સાથે પ્રથમ ક્રમાંક, છીપા આલિયા શબ્બીર 91 % સાથે દ્વિતીય, અને શેખ સોહેબ સલીમ 88.67 % સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. તેજ રીતે અગાઉ ધોરણ 12 નું પરિણામ જાહેર થયું હતું. જેમાં નબીપુર હાઇસ્કુલનું 94.27 % પરિણામ આવ્યું હતું. તેમાં પણ છોકરીઓ મેદાન મારી ગઈ હતી. કૌશર શબ્બીર પટેલ પ્રથમ ક્રમાંકે મહેજબીન દેસાઈ દ્વિતીય ક્રમાંકે અને મનતાસા દીવાન તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. શાળા પરિવારે તમામ ઉત્તીર્ણ થયેલા પરિક્ષાર્થીઓને અભિનન્દન પાઠવ્યા હતા અને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. આ પરિણામ થી ઉત્તીર્ણ થનાર બાળકોના વાલીઓ અને ગામમાં હર્ષ નું મોજું ફેલાયું છે. સૌ એકબીજાને પાસ થવાની શુભેચ્છાઓ આપલે કરતા જોવાયા હતા. ગામની વિવિધ સંસ્થાઓ તરફથી ઉત્તીર્ણ થનાર બાળકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ચેનલ પણ ઉત્તીર્ણ થનાર દરેક પરિક્ષાર્થીઓને અભિનંદન પાઠવે છે અને જીવનમાં પ્રગતિના પંથે આગળ વધે એવી શુભેચ્છા પાઠવે છે.
ભરૂચ: નબીપુર હાઇસ્કુલ નુંSSC નું 70.93 % અને HSC નું 94.27 % પરિણામ, હંમેશની જેમ છોકરીઓએ બાજી મારી.
Views: 37
Read Time:1 Minute, 51 Second