૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ જિલ્લાની જાહેર જનતા નોંધે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, આગામી તા.૩૧/૧૦/૨૦૨૧ થી તા.૦૬/૧૧/૨૦૨૧ દિવાળીના તહેવાર દરમ્યાડન નાના-મોટા ફટાકડા ફોડવામાં આવે છે. તે દરમ્યા૦ન ઘણી વખત નાના-મોટા તેમજ ગંભીર પ્રકારના અકસ્માેતો થવાનો સંભવ રહે છે જેથી આવા અકસ્મા તો નિવારવા માટે માટે નીચે જણાવેલ સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે.
જે સ્થળે ફટાકડા કે દારૂગોળો ફુટતો હોય તેની નજીક ઊભા રહેવું નહી. નાના મોટી ઇજાઓ સામાન્યથ રીતે બાળકો તથા પુરૂષોને વધુ સંભવ રહે છે. તેથી ફટાકડા ફોડતા સમયે પૂરતી ચોકસાઇ રાખવી. ઘણા કિસ્સાપમાં બોટલમાં રોકેટ રાખી ફોડવામાં આવે છે. સામાન્યી રીતે તેની ઝડપ એક કલાકના ૨૦૦ માઇલ થી વધુ હોય છે જેથી તેની દિશામાં આવવાથી ગંભીર અકસ્માપત થવાની સંભાવના રહે છે તેજી તેની ખાસ તકેદારી રાખવી. ફટાકડા જ્યાા ફૂટતા હોય તેના ધુમાડામાં નાઇટ્રો ઓક્સાથઇડ અને સલ્ફાર ડાયોક્સાતઇડ હોય છે. જેથી વાતાવરણ દૂષિત થાય છે. આવા વાતાવરણથી સામાન્યા રીતે દૂર રહેવું હિતાવહ છે. ફટાકડા ફોડતા સમયે આંખોની સંભાળ રાખવાની છે. કોઇક વખત આંખોએ અંધાપો પણ આવી શકે છે. આંખના કિસ્સાામાં આંખો ચોળવી નહી, સ્વણચ્છ પાણીથી આંખો લુછવી, અકસ્માેતના કિસ્સાઆમાં આંખો બંધ રાખી તાત્કાવલીક ર્ડાક્ટ્રનો સંપર્ક કરવો. ફટાકડા તથા બોમ્બઅના અવાજથી કાનને પણ નુકશાન થાય છે. સામાન્યી રીતે ૧૨૫ ડેસીબલ હોય છે. જે અવાજથી બહેરા થઇ શકે, બ્લરડ પ્રેશર વધી શકે છે તથા હાર્ટ એટેક પણ આવી શકે છે જેથી જે સ્થેળે બોમ્બર ફૂટતો હોય તે સમયે કાન બંધ કરી દૂર ઉભા રહેવું. ફટાકડા ફોડતા સમયે નાયલોનના કપડા ન પહેરતા સુતરાઉ અને વાડા કપડા પહરેવા જોઇએ. વર્તમાન સમયમાં કોરોના વાયરસનું શ્વાસો શ્વાસ સંક્રમણ ફેલાતું હોય તેથી ફટાકડાના ધુમાડાથી વરીષ્ઠ/ફેફસાંના રોગથી પિડાતી વ્યક્તિઓને કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. જેથી આ પ્રકારના ધુમાડાથી દુર રહેવા તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેાટ – ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.