૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- પ્રતિ વર્ષ પ્રમાણે દિવાળીનો પર્વ ઉજવવામાં આવનાર છે. દિવાળીના આ પર્વની ઉજવણીના ભાગરૂપે ફટાકડા/દારૂખાનુ ફોડવામાં આવે છે. ફટાકડા/દારૂખાનુ જાહેર રસ્તાળ ઉપર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફીકને અડચણ થાય તેવો પૂરો સંભવ છે. જેથી તા.૩૧/૧૦/૨૦૨૧ થી તા.૦૬/૧૧/૨૦૨૧ સુધીનાં દિવસો દરમ્યા ન ભરૂચ જિલ્લામાં આવેલ જાહેર માર્ગો/રસ્તાેઓ ઉપર ફટાકડા/દારૂખાનુ ફોડવા પ્રતિબંધ મુકવાનું આવશ્યરક જણાતા ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રીએ મળેલી સત્તાની રૂએ તા.૩૧/૧૦/૨૦૨૧ થી તા.૦૬/૧૧/૨૦૨૧(બંને દિવસો સહિત) ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શહેર માર્ગો/રસ્તાાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યોર છે. દારૂખાનું/ફટાકડા ખુલ્લા મેદાન, કોમન પ્લોાટમાં ફોડી શકાશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્તે કાયદાની કલમ-૧૩૫ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે.