વેલસ્પન કંપની સામે ન્યાય મેળવવા જંગે ચઢેલા કર્મચારીઓના આંદોલનના 70 માં દિવસે 70 ગામના સરપંચોએ જોડાઈને કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ ઉઠાવી હતી.દહેજના વડદલા ખાતે આવેલી વેલસ્પન કંપનીમાં 410 જેટલા કર્મચારીઓને બદલીના બહાને છુટા કરવાની પેરવી કરાઈ છે.જેની સામે કર્મચારીઓએ અવાજ ઉઠાવી ન્યાયની માંગ ઉઠાવી હતી.કર્મચારી સંગઠનોએ ધારાસભ્ય અને કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કંપની મેનેજમેન્ટે મચક આપી નહીં હતી.વેલસ્પન કંપનીના ગેટ પર જ પ્રતીક ધરણા પર બેઠેલા કર્મચારીઓના આંદોલનના 70માં દિવસે આસપાસના 70 ગામના સરપંચોએ પણ કર્મચારીઓના આંદોલનમાં પોતાનું સમર્થન આપી જોડાયા હતા. 70 ગામના સરપંચો આંદોલનમાં જોડાતા આવનારા દિવસોમાં વેલસ્પન સામેનું આંદોલન વધુ તેજ બને તેવા એંધાણ ઉભા થયા છે. પંથકના 70 ગામના સરપંચોનું સમર્થન મળતા જ કંપની કર્મચારીઓએ જોશમાં આવી જઈ કંપની ગેટ સામે ફરી એક વાર દેખાવ કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
વેલ્સપન કંપનીના 400 કર્મચારીઓના આંદોલનમાં 70 ગામના સરપંચો જોડાયા…
Views: 77
Read Time:1 Minute, 24 Second