0
0
Read Time:1 Minute, 3 Second
ભરૂચના દરિયા કાંઠે આવેલા ગામોની સ્થિતિ કફોડી બની ભરૂચના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો. વાવાઝોડાની અસરને પગલે પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા નર્મદા નદીમાં પણ તેની અસર જોવા મળી હતી. નદી પણ ગાંડીતુર બની હોય તે રીતે પાણીનો ઓટ જોવા મળી રહ્યો છે. જેને કારણે મહેગામ ગામના ગ્રામજનો અને માછીમારોની મુશ્કેલીઓ વધી છે એક તરફ અમાસના સ્થાને બારસના દિવસે નર્મદામાં ભરતીના પાણી આવતા માછીમારો પોતાની બોટને લંગારવામાં પણ હાલાકી પડી રહી છે તો બીજી તરફ ગામ સુધી પાણી આવી જતા લોકોની મુશ્કેલી વધી છે..