વડોદરાના શિનોરના દીવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીનું ધારિયાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગુસણા ગામની સીમા પાટણવાડીયા સાથે દીવેર ગામમાં રહેતા જસ્મીન પાટણવાડીયાના લગ્ન થયા હતા. જસ્મીનને સીમા સાથે પ્રેમ સંબંધ હોઇ બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા. સીમાએ લગ્ન બાદ બે બાળકોને જન્મ આપ્યો છે. સીમાનો પતિ છુટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સીમા અને જસ્મીનના છ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા.પતિ જસ્મીન અચાનક. વાડા તરફ ધારીયું લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ પુચ્છા કરતા પુત્રએ કહ્યું કે હું વાડામાં ઝાડી ઝાંખરા કાપવા જઇ રહ્યો છું. બીજી તરફ પત્ની સીમાએ પોતાના પતિને ધારિયુ લઇ ક્યાં જાઓ છો પૂછતા જ જસ્મીને આવેશમાં આવી પોતાની પત્નીને ગળાના ભાગે ધારિયાના બે ઘા ઝીંકી દેતા સીમા ત્યાં જ ઢળી પડી હતી અને સીમાનું પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતું. સીમાની સાસુ ચંપાબેને કરુણ દ્ર્શ્ય જોઈ બૂમાબૂમ કરતા ફળિયાના લોકોએ દોડી આવી હત્યારા જસ્મીનને પકડીને પોલીસને હવાલે કરી દિધો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી કરી સીમાના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા પતિ વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ બે બાળકોએ પોતાની માતાનું છત્ર ગુમાવી દેતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડયું હતું અને દિવેર ગામમાં સોપો પડી જવા પામ્યો હતો…
વડોદરાના શિનોરના દીવેર ગામમાં પતિએ પત્નીને ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો…વડોદરાના શિનોરના દીવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીનું ધારિયાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગુસણા ગામની સીમા પાટણવાડીયા સાથે દીવેર ગામમાં રહેતા જસ્મીન પાટણવાડીયાના લગ્ન થયા હતા. જસ્મીનને સીમા સાથે પ્રેમ સંબંધ હોઇ બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા. સીમાએ લગ્ન બાદ બે બાળકોને જન્મ આપ્યો છે. સીમાનો પતિ છુટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સીમા અને જસ્મીનના છ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા.પતિ જસ્મીન અચાનક. વાડા તરફ ધારીયું લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ પુચ્છા કરતા પુત્રએ કહ્યું કે હું વાડામાં ઝાડી ઝાંખરા કાપવા જઇ રહ્યો છું. બીજી તરફ પત્ની સીમાએ પોતાના પતિને ધારિયુ લઇ ક્યાં જાઓ છો પૂછતા જ જસ્મીને આવેશમાં આવી પોતાની પત્નીને ગળાના ભાગે ધારિયાના બે ઘા ઝીંકી દેતા સીમા ત્યાં જ ઢળી પડી હતી અને સીમાનું પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતું. સીમાની સાસુ ચંપાબેને કરુણ દ્ર્શ્ય જોઈ બૂમાબૂમ કરતા ફળિયાના લોકોએ દોડી આવી હત્યારા જસ્મીનને પકડીને પોલીસને હવાલે કરી દિધો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી કરી સીમાના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા પતિ વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ બે બાળકોએ પોતાની માતાનું છત્ર ગુમાવી દેતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડયું હતું અને દિવેર ગામમાં સોપો પડી જવા પામ્યો હતો.