અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત શક્તિધામ મંદિર ખાતે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે ભાતીગઢ મેળો યોજાયોઅંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલા પૌરાણિક યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાના મંદિરે નવરાત્રિના દિવસોમાં આસો સુદ આઠમના રોજ ભાતીગળ મેળો યોજાયો હતો. જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરમાં પરંપરાગત ભાતીગળ મેળાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ જૂના સિદ્ધેશ્વરી માતાના મંદિરે ભાતીગળ મેળાનું વિશિષ્ટ મહત્વ છે.પ્રાચીન સમયમાં ઋષિમુની કપિલ અને અન્ય ઋષિ દ્વારા કક્ષના પુત્રઓએ તપ કરી માતાને રીઝવ્યાં હતા અને લોક કલ્યાણ અર્થે માતાજીને અહી બિરાજમાન થવા જણાવતા તેઓ તેમની ભક્તિથી પ્રસન્ન થઇ બિરાજમાન થયા હતા. અષ્ટમીએ ચતુર્દશીએ અહી સ્નાન કરી માતાજીનું જે કોઈ પણ પૂજન અને દર્શન કરે છે તેમને ધન પુત્રની પ્રાપ્તિ થાય છે. નોમના દિવસે દેવીમાની સ્તુતિ કરી ઉપાસના કરી કુવારીકાઓને જમાડે તેનો દોષ નષ્ટ થાય છે. સિદ્ધેશ્વરી માતાજીના મંદિર બાજુમાં 1989ના વર્ષે વિશાળ શક્તિ ધામ મંદિર પણ બનાવામાં આવ્યું છે. જેમાં માતાના નવ સ્વરૂપો ઉપરાંત 29 થી વધુ દેવી દેવતા અને સંતોની સ્થાપના કરવામાં આવી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત શક્તિધામ મંદિર ખાતે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે ભાતીગઢ મેળો યોજાયો..
Views: 75
Read Time:1 Minute, 51 Second