ટેલિગ્રામ એપની મદદથી પાર્ટ ટાઈમ જોબ ના બહાને લાલચ આપી અલગ અલગ ટાસ્ક બતાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપીંડી કરતી ઠગ ટોળકીના પાંચ ઇસમોને અમદાવાદ તેમજ દિલ્હીથી પકડી પાડતી વડોદરા શહેર પોલીસ..સાયબર ક્રાઈમ પોલીસ સંબંધિત ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપીંડીના ગુનાઓ અટકાવવા વડોદરા શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સાહેબ તેમજ અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર યુવરાજ સિંહ જાડેજાનાઓ એ જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશ્નર હાર્દિક માકડીયાનાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા પાંચ ઇસમોને પકડી પાડવામાં આવેલ છે
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી શરદભાઈ સુરાણી, વડોદરા શહેરનાઓએ તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ આપેલ કે તેઓને સોંખ્સ ટેકનોલોજીસ લીમીટેડમાંથી વ્હોટસએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઇડી @Aparajita42 પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબ્કાઇબ કરવાના ટાસ્ક આપેલ ત્યારવાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેરમાર્કેટમા રોકાણ કરીને મોટી કમાણી કરવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂ ૮,૦૬,૮૭૨/- ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક આકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ ત્યારવાદ એક લીંક મારફતે ફરિયાદીને પ્રોફિટના રૂ. ૧૦,૪૪,૯૦૩ ઉપાડવા જણાવ્યું હતું પણ તેમાંથી રૂપિયા ન ઊપડતાં તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી કરેલ હોવા બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.તેને લઈ સાયબર ક્રાઇમ વધુ સક્રિય બનતા ઠગ ટોળકી ને અમદાવાદ અને દિલ્હી થી પાંચ ઈસમોને પકડી પાડયા…
:- તસ્લીમ પીરાંવાલા… વડોદરા…