Read Time:3 Minute, 47 Second
સુરત ની ચોંકાવનારી ગતના વાંચો નારી પ્રહાર ન્યૂઝ ના માધ્યમ થી
દુષ્પ્રેરણા:સુરતના રાંદેરમાં રિક્ષા ચાલકના આપઘાત કેસમાં પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ.
સુરત6 દિવસ પહેલા
પોલીસે આપઘાત કરનાર મોહંમદે લખેલી સુસાઈટ નોટ કબજે કરી
પત્ની ગામની જમીનમાં નામ દાખલ કરવા કાયમ ધમકી આપતી હતી
સુરત શહેરના રાંદેર વિસ્તારના બાપુનગર ખાતે રહેતા રીક્ષા ચાલકે ગત શનિવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસે તેની પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રિક્ષા ચાલક મોહંમદે સુસાઈડ નોટમાં પત્ની અને તેના પ્રેમીને જ મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા.પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતોરાંદેર બોરડી વિસ્તારના બાપુનગર ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા મોહમંદ દાઉદ વસ્તાએ ગત શનિવારે ઘરે પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મૃતક મોહંમદ દાઉદના ભાઈ ઈસ્માઈલ ઉર્ફે ઈમરાન (રહે, સેગવા ગામ ભરુચ)ની ફરિયાદ આધારે મૃતક મોહમંદ દાઉદની પત્ની અને તેના પ્રેમી ઈમરાન પટેલ (રહે,હિંગલોત ભરુચ) સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.પતિનું હાર્ટ બેસી ગયું હોવાનું કહીં પત્નીએ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું મોહંમદ દાઉદે અનિશા સાથે લવમેરેજ કર્યા હતા. મોહંમદ ફાંસોખાઈને આપઘાત કર્યો હોવા છતાં અનિશાએ તેના દિયર ઈસ્માઈલ ઉર્ફે ઈમરાનને સવારે ફોન કરી મોહંમદનું હાર્ટ બેસી ગયું હોવાનું કહ્યું હતું. જોકે, મોહમંદની લાશ જાતા તેના ગળાનો ભાગ કાળો પડી ગયો હોવાથી શંકા જતા પરત મોહંમદની લાશને એમ્બ્યુલન્સમાં લઈને સુરત બાપુનગરના ઘરે આવ્યા હતા અને ઈસ્માઈલે રાંદેર પોલીસને જાણ કરી હકીકત જણાવતા પોલીસે અનિશાની પૂછપરછ કરતા મોહંમદે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની કબૂલાત કરી હતી.યુવકે સુસાઈડ નોટમાં શું લખ્યું?પોલીસને ઘરેથી મોહમદે લખેલી સુસાઈટ નોટ પણ મળી આવી હતી. જેમાં મોહંમદે લખ્યું હતું કે, હું મોહંમદ વસ્તા મારી વાઈફનું ઈમરાન રહે, હિંગરોત ભરુચ સાથે ચાલુ છે. તે મને અને મારા છોકરાઓને ટોર્ચર કરે છે. મારા મોત માટે આ બે લોકો જવાબદાર છે. મારા ગામમાં મારી મિલ્કત છે તે મારા છોકરાઓને મળે મારી વાઈફનો કોઈ હક્ક નહી રહે. મને રોજેરોજ કે તું મરી જા તો હું અને ઈમરાન સાથે રહીએ મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી મારા મોતની જવાબદાર આ બે છે. તેમને પોલીસે સજા અપાવવી આ લોકો મને મરવા માટે મજબૂર કરી દીધો છે. પોલીસે ઈસ્માઈલની ફરિયાદને આધારે અનિશા અને તેના પ્રેમી ઈમરાન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.