અંકલેશ્વર નગર અને આજુબાજુનાં વિસ્તારમાં વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા છે. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન દ્વારા જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન રેલ્વેસ્ટેશન તરફથી નંબર પ્લેટ વગરનું એક ઈસમ ટુ-વ્હીલર મોપેડ લઈ આવતા તેને રોકી તપાસ કરતાં સંતોષકારક જવાબ ન મળતા વધુ તપાસ કરતાં તે ઇસમનું નામ રાહુલ ઉર્ફે કાનો ગ્રેબ્રિયલ જોન ડિસુઝા રહે.શ્રી માસ્ટર કમ્પાઉન્ડ અંકલેશ્વરનો જણાયો હતો. જેની વધુ તપાસ કરતાં અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે નોંધાયેલ વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પાસેથી હોંડા કંપનીનું પ્લેઝર અને હીરો કંપનીનું પ્લેઝર મળી કુલ 40,000 ની કિં. નાં માલસામાન રિકવર કરવામાં આવ્યા હતા.
Next Post
ભરૂચ તાલુકા એકતા પત્રકાર સંગઠન દ્વારા આજરોજ ભરૂચ મુકામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ ઉપસ્થિત પત્રકારોના સૂચનો લેવામાં આવ્યા હતા.
Sun Jul 26 , 2020
ભરૂચ તાલુકાના હાંસોટ તાલુકાના વાગરા તાલુકાના ભરૂચ જિલ્લાના તથા ઝોન-૩ ના પ્રભારી સહિતના સભ્યો તથા હોદ્દેદારોએ હાજરી આપી હતી. મીટીંગ ની શરૂઆત પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પાયો નાખનાર સ્વ. સલીમભાઈ બાવાણી ને બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ પત્રકારો ના સુચનો લેવામાં આવ્યા હતા ભરૂચ […]