અંકલેશ્વર પાલિકાએ 8000 જેટલા વેરાધારકોને નોટીશ ફટકારી હતી. 3.33 કરોડના બાકી પડતા વેરા વસુલાત માટે પાલિકા કાર્યવાહી આરંભી હતી. આગામી સોમવાર થી વેરો નહિ ભરનારની મિલ્કત સીલ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઢોલ નગાડા સાથે બાકી પડતા વેરા ઘરાકો જાહેરાત કરવામાં આવશે. તેમજ ડ્રેનેજ-પાણી ના કનેક્શન પણ કાપી કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી.અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 દરમિયાન અંકલેશ્વરના 33 હજાર કરતા વધુ મિલ્કત ધારકો પાસેથી 8.60 કરોડ રૂપિયા ટેક્સની વસુલાત કરવાની હતી જેમાં પાલિકા દ્વારા અત્યાર સુધી 5.17 કરોડ રૂપિયાની ટેક્સ વસુલાત થઇ છે. કુલ 33000 કરતા વધુ પાલિકા હદ વિસ્તાર માં મિલકત ધારકો છે. જે પૈકી 10 હાજર કરતા વધુ કોમર્શિયલ વેરા ધારકો તેમજ 23 હજાર કરતા વધુ રહેણાંક મકાન ધારકો ટેક્સ ભરપાય કરી રહ્યા છે. જેમાં પૈકી અંદાજિત 8 હજાર કરતા વધુ ટેક્સ ધારકોએ પોતાનો ટેક્સ પાલિકા માં ભરપાય ના કરતા જેમને પાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા નોટીશ ફટકાવામાં આવી હતી. જે નોટીશ તમામ ને આપવા છતાં તેમના દ્વારા ટેક્સ ભરપાય ના કરતા અંતે તેમની સામે નોટીશ કાઢવામાં આવી છે.આગામી સોમવાર થી ટેક્સ વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમના દ્વારા પ્રથમ ઢોલ-નગાડા વડે જેતે વિસ્તાર ના બાકી પડતા ટેક્સ ઘરાકો ની યાદીની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ તેમના પાણી ને ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. જે બાદ અંતે તેમની મિલ્કત સીલ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા હાઉસ ટેક્સ વિભાગ આશીફભાઈ શેખએ જણાવ્યું હતું કે સમગ્ર કામગીરી ચીફ ઓફિસર અંકલેશ્વરના માર્ગદર્શન હેઠક કરવામાં આવશે. ગત વર્ષે કોરોના કાળ જ્યાં લોકડાઉન અને અનલોક લાગ્યું હતું લોકો ધંધા રોજગાર છૂટી ગયા હતા અને આર્થિક રીતે લોકો પડી ભાંગ્યા હતા જેની અસર પાલિકા હાઉસ ટેક્સ વિભાગ ના જોવા મળી હતી. અને પાલિકાને હજી પણ 3.33 કરોડ રૂપિયાનો વેરો વસુલાત કરવાનો બાકી છે. જે વચ્ચે પાલિકા ખાતે કોરોના વચ્ચે પણ ટેક્સ માં રાહત વચ્ચે લોકો વેરો ભરપાય કર્યો હતો. જે પાલિકાના કુલ વસુલાત સામે 60 ટકા વધુ છે.
અંકલેશ્વર પાલિકાની 8000 વેરાધારકને નોટિસ..
Views: 70
Read Time:3 Minute, 12 Second