Read Time:1 Minute, 6 Second
આવતીકાલના રોજ બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. ઈદને લઈને અંકલેશ્વર પંથકમાં જાહોજલાલી જોવા મળી રહી છે. જેને લઈને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં ઈદ પર્વને કઈ રીતે ઉજવવો તે અંગે શાંતી સમિતિની મીટીંગ યોજાઇ જેમાં અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને બકરી ઈદને સાદગીપૂર્વક ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન મળે તે માટે એકત્ર ન થઈ અને ઈદની સાદગી પૂર્વક ઉજવણી કરવા માટે મિટિંગ યોજાઇ હતી. જેમાં સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરને પગલે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેવી દુર્દશા ફરીથી ન સર્જાઈ તે માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો.