ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધનજી ગોહિલની અવગણના કરતાં સોશિયલ મીડિયા ઉપર વિરોધીઓએ મેસેજનો મારો ચલાવ્યો..
અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા છતાં પણ પ્રમુખ પદ ન મળતા ધનજી ગોહિલ નારાજ2016 ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટને નજર અંદાજ ચૂંટણીમાં થયું હોવાના આક્ષેપભરૂચ નગરપાલિકાની પ્રમુખપદની બેઠક અનુસૂચિત જાતિની હોવાના કારણે ભરૂચ શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલે શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી અનામત બેઠકમાંથી ચૂંટણી જીત્યા હતા અને તેઓ નગરપાલિકાના પ્રમુખ પદના પ્રબળ દાવેદાર હોય પરંતુ પક્ષ દ્વારા જનરલ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા અમિત ચાવડા ને પ્રમુખ પદ તરીકે જાહેર કરતાં ધનજી ગોહિલ સામે તેઓના વિરોધીઓએ સોશિયલ મીડિયા ઉપર અનેક મેસેજ મૂકી ધનજી ગોહિલ હોવાના અહેવાલો મળી રહ્યા છે
બનાવની મળતી માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ નગર પાલિકામાં પ્રમુખપદ માટે અનુસૂચિત બેઠક હોય અને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 ની બેઠક ઉપરથી જે ઉમેદવાર ચૂંટણી જીત્યા હોય તે પ્રમુખ પદ માટે તે પ્રખર દાવેદાર કહી શકાય જેના કારણે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ધનજીભાઈ ગોહિલે શહેર પ્રમુખ પદ માંથી રાજીનામું આપીને વોર્ડ નંબર ૮માં અનુસૂચિત બેઠક ઉપરથી ચૂંટણી લડયા હતા અને તેઓ નગરપાલિકાના પ્રમુખ પદના દાવેદાર કહી શકાય તેવા હતા પરંતુ ભરૂચ નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પક્ષ દ્વારા અમિત ચાવડા ને પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા જેના કારણે પ્રમુખ બનવા માટે ઉત્સુક રહેતા ધનજીભાઈ ગોહિલની સોશિયલ મીડિયા ઉપર સતત હસી મજાક ઉડાવતા મેસેજનો મારો ચાલ્યો હતો ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પદના પ્રથમ દાવેદાર ધનજી ગોહિલને પક્ષે પડતા મુકતા લોકોમાં પણ સમગ્ર વાત કુતૂહલ સર્જી રહી છેઅત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે 2016નું સુપ્રીમ કોર્ટ જજમેન્ટ કોણ રહ્યું છે કે અનુસૂચિત જાતિ બેઠક ઉપરથી જીતેલ પ્રખર ઉમેદવાર મેયર અને પ્રમુખ બનવા માટેપ્રબળ દાવેદાર કહી શકાય પરંતુ ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ને પણ ગણવામાં આવ્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે વોર્ડ નંબર 8 મતદારોમાં પણ ભાજપ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
નગરપાલિકામાં પ્રમુખ માટે થયેલી ચૂંટણીમાં ગોબાચારી ના આક્ષેપ સાથે આર.ટી.આઈ અરજી કલેક્ટરમાં પહોંચી
ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ પદ માટેના દાવેદારોમાં ધનજી ગોહિલ હોય પરંતુ પક્ષ સામે ધનજી ગોહિલ મોન સેવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ ચૂંટણીમાં ગણાયું ન હોય ત્યારે ભરૂચ નગર પાલિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણી માં ગોબાચારી થઇ હોવાના આક્ષેપ સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ના વિવિધ મુદ્દા ઉપર આર.ટી.આઈ એક્ટ હેઠળ ભરૂચ કલેકટર કચેરીમાં માહિતી માંગવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે જોકે ચૂંટણીમાં ગોબાચારી થયો હોય તો પ્રમુખ પદ રદ્દ થઈ શકે છે અને પ્રમુખ પદ માટે ચૂંટણી પણ કરવામાં આવી શકે છે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે
ધનજી ગોહિલ જે ઉમેદવારની સામે થી જીતી આવ્યા તે ઉમેદવારોએ સોશિયલ મીડિયા ઉપર હસી ઉડાવતા મેસેજ મૂક્યા
અપક્ષ ઉમેદવાર મનહર પરમાર સોશિયલ મીડિયા ઉપર પોતાની એક પોસ્ટ મૂકી છે જેમાં ધોબી કા કુત્તા ન ઘર કા રહા ના ઘાટ કા રહા.. અને આ પોસ્ટમાં કેટલાય લોકોએ અભદ્ર ટીપ્પણી કરતા કોમેન્ટ વાળી મેસેજ મૂકવામાં આવતા વિવાદ ફરી એકવાર છંછેડાયો છે પરંતુ ભરૂચ નગર પાલિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણી માં ગોબાચારી થઇ હોય તેવા આક્ષેપો થયા છે પરંતુ ચૂંટણી પહેલાંથી જ પ્રમુખ પદ માટે ઉત્સુક બનેલા ધનજી ગોહિલ લોકો માટે હાસ્યાસ્પદ બની ગયા હોય તેમ સોશિયલ મીડિયા ઉપર સતત હાસ્યાસ્પદ મેસેજો અને પોસ્ટ મૂકવામાં આવી રહી છે.