ભરૂચના ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવતાં ધારાસભ્ય દુષ્યંત પટેલના રાજકીય કદમાં વધારો થયો છે. નવા મંત્રીમંડળમાં દુષ્યંત પટેલને સ્થાન મળવાની પ્રબળ સંભાવનાઓ હતી. જોકે, તેમની કાર્યક્ષમતાને ધ્યાને રાખી હવે તેમને વિધાનસભામાં નાયબ દંડક બનાવવામાં આવ્યાં છે.ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યકતિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે. માત્ર રાજકીય જ નહિ પણ સામાજીક અને રમતગમતના ક્ષેત્રમાં અમુલ્ય યોગદાન આપનારા દુષ્યંત પટેલ 2007થી વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. દુષ્યંત પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડબુકમાં સ્થાન ધરાવતાં નેતા ગણવામાં આવે છે.દુષ્યંત પટેલની રાજકીય સફરની વાત કરવામાં આવે તો તેમણે 2000ની સાલમાં રાજકારણમાં પગરવ માંડયાં હતાં. તેમનો પેઢીગત વ્યવસાય પેટ્રોલપંપનો છે, પણ દુષ્યંત પટેલે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો હતો અને આજે તેઓ રાજકારણના અલગ મુકામ પર પહોંચી ગયાં છે. ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઉભો કર્યો છે અને તે ઉડીને આંખે વળગે છે. 2000ની સાલમાં યોજાયેલી ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર -5માંથી ભાજપની આખી પેનલ જીતાડી લાવ્યાં હતાં. 2005માં ફરી નગરપાલિકાની ચૂંટણી આવી હતી અને તેઓ પેનલ સાથે વોર્ડ નંબર -6માંથી ચુંટાય આવ્યાં હતાં.નગરપાલિકામાં તેમણે 2005 થી 2007 સુધી પવડી કમિટીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. આ કાર્યકાળ દરમિયાન તેમણે ભરૂચના ભાવિ વિકાસની રૂપ રેખા ઘડી કાઢી હતી અને તે આજે જોઇ શકાય છે. 2007માં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવી હતી. ભરૂચમાં કોને વિધાનસભાની ટીકીટ મળશે તેની ચર્ચા ચારેકોર હતી. ત્યારે છેલ્લે દુષ્યંત પટેલને ટીકીટ આપવામાં આવી હતી. વર્ષ 2007થી દુષ્યંત પટેલ નગરપાલિકામાંથી સીધા વિધાનસભામાં પહોંચી ગયાં હતાં. આ તેમની સખત મહેનત, કાર્યક્ષમતા અને દીર્ઘદ્રષ્ટીનું પરિણામ હતું.દુષ્યંત પટેલ વર્ષ 2006-07 દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચુકયાં છે. ભરૂચના ધારાસભ્ય તરીકે તેમણે શહેરીજનોને વિકાસના અનેક કામોની ભેટ આપી છે. જેમાં ભરૂચમાં ગોલ્ડનબ્રિજની બાજુમાં બનેલો નર્મદા મૈયા બ્રિજ, ભરૂચમાં મેડીકલ કોલેજ, ભરૂચના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો ભુગૃઋુષિ ઓવરબ્રિજ અને હાલમાં પાંચબત્તીથી ઢાળ સુધી નવા ફલાયઓવરની મંજૂરીનો સમાવેશ થાય છે.ભરૂચના વિકાસ માટે તેમણે પાછીપાની કરી નથી અને તેના મીઠાફળ આજે શહેરીજનો ચાખી રહ્યાં છે. રાજકીય કારર્કિર્દીના શિખર તરફ આગળ વધી રહેલાં દુષ્યંત પટેલ ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ તરીકે ઉભરતાં ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ રોટરી કલબ સહિતની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. તેમની કાર્યક્ષમતાને ધ્યાને રાખી તેમને વિધાનસભાના સત્ર દરમિયાન કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. હવે તેઓ પર વિધાનસભામાં નાયબ દંડક બનાવવામાં આવ્યાં છે.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને વિધાનસભામાં નાયબ દંડક બનાવવામાં આવ્યાં…
Views: 74
Read Time:4 Minute, 19 Second