
ભરૂચ અંકલેશ્વર શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ માટે નર્મદા મૈયા બ્રિજની ભેટ ધરવામાં આવી છે. જોકે આ બ્રીજની અસર હવે અંકલેશ્વર જુના નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર જોવા મળી રહી છે. બ્રીજ શરૂ થયાના 4 દિવસમાં જ મહાવીર ટર્નીંગ પીકઅવર્સમાં વાહનોથી ચોકઅપ થઇ જતા વાહન ચાલકો ને હાડમારી વેઠવી પડી રહી છે. ખાસ કરીને સાંજના પીક અવર્સમાં ચક્કાજામની સર્જાતી સ્થિતિ થી લોકો ઇંધણ તેમજ કલાકો નો સમય વ્યય થઈ રહ્યો છે.નવ નિર્મિત નર્મદા મૈયા બ્રિજ શરૂ થતા જિલ્લા વાસીઓને ટ્રાફિકથી છુટકારો મળશે તેવા તંત્રના દાવા હાલ તો પોકળ સાબિત થઈ રહ્યા છે. બ્રિજ ચાલુ થતા જ મુંબઈ -દક્ષિણ ગુજરાત તરફ આવતા જતા વાહનો હવે નેશનલ હાઇવે-48નો વાહનવ્યવહાર ડાયવર્ટ થઈ રહ્યા છે. જેની અસર સવારે તેમજ સાંજે પીક અવર્સમાં જોવા મળી રહી છે.ખાસ કરીને અંકલેશ્વર-પાનોલી જીઆઇડીસી ના નોકરિયાત તેમજ ઓફિસ વર્ગ છૂટ્યા બાદ હવે રોજ અર્ધા કલાક ત્રાફિક માં તેને પસાર થવું પડી રહ્યું છે.આજ સમયે આંતર જિલ્લા માં થી આવાગમન કરતા વાહનો પણ પરત નીકળતા હોય છે જેને લઇ વિકટ સમસ્યા છેલ્લા 4 દિવસથી સર્જાઈ રહી છે. જેને લઇ બી ટી ઈ ટી અને ત્રાફિક પોલીસ ની મદદ એ અન્ય વાહન ચાલકો તેમજ સ્થાનિકો આગળ આવવા પડતી ફરજ રહી છે. સાંજના ત્રાફિક નિયંત્રણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. અને પ્રતિન ચોકડી, વાલિયા ચોકડી , સહિત ગડખોલ પાટિયા પર જોવા મળતી અસરો જોવા મળી રહી છે. બ્રીજના ડાઉન ટ્રેકની કામગીરી ચાલી રહી છે.જેથી એપ્રોચ રોડ સાંકડા પડી રહ્યા છે આ વચ્ચે મહાવીર ટર્નીંગ પર શહેર તેમજ રાજપીપલા ચોકડી તરફ થી આવતા અને જતા વાહનો ટર્નીંગ પર આવતા મુખ્ય માર્ગ એવા જુના નેશનલ હાઇવે નંબર 8 પર ત્રણે તરફ વાહનોની કતાર લાગી જાય છે. જે પ્રતિન ચોકડી સુધી તો બીજી તરફ ગડખોલ પાટિયા સુધી પહોંચી રહી છે.નેશનલ હાઇવે 48 પરથી 7500 કાર ઓછી થઇ ગઈ છે. નર્મદા મૈયા બ્રિજ લોકાર્પિત થતા જ ટોલ ટેક્સ બચાવી નવા બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. ને.હા. 48 પર કારનો ટોલ ટેક્સ એક તરફનો ₹25 જ્યારે અન્ય 4 ચક્રીય વાહનનો ટોલ ₹40 છે. જે જોતા નવા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ કારચાલકો 24 કલાકમાં ₹1.87 લાખથી વધુ નાણાં બચાવી લીધા છે.