0
0
Read Time:58 Second
રાજસ્થાનનાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે ફાતેહા તેમજ દુરુદ શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો.ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી. દરગાહ શરીફ ખાતે ભોજનની પણ વ્યવસ્થા સંચાલકો દ્વારા કરાઇ હતી. છઠ્ઠી શરીફની ઉજવણીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો જોડાયા હતા. ખૂબ જ ઉલ્લાસભેર હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ હતી.