જીવન એટલે શું પરમ પરમાત્મા દ્વારા પૃથ્વી પર આપણો જન્મ થયો છે. જ્યારે આપનો જન્મ થાય છે ત્યારે આપણે આપણી જનેતા અને માતા એ આપને આ પૃથ્વીલોક પર નવ મહિના સુધી તેમની કૉખ માં પરિશ્રમ અને ઘણું બધું સહન અને દુઃખ વેઠી ને આ પવિત્ર સૃષ્ટિ પર આપને મનુષ્ય જીવ આપ્યો છે. નવ મહિના સુધી આપને તેમની કોખ માં સહન કરી આપને જન્મ આપ્યો છે, આ જીવ ને આપને અમૂલ્ય ભેટ છે. આ જીવન માં આપને નાનપણ થી પાપા પગલી કરી આપનો ઉછેર કર્યો છે પણ આ જીવન આપને આપને નાનપણ માં ઘણું બધું શીખવી નથી શકતા, પણ જેમ જેમ આપને નાનપણ પણ માંથી યુવા અવસ્થામાં માં આવીએ છીએ ત્યારે ઘણું બધું શીખવી સકી છીએ પણ વાત એ છે નાનપણ થી આપના માતા પિતા આપને યથાર્થ મહેનત કરી આપને જીવન જીવવા માટે ઘણું બધું આપણાં માટે કરે છે. નાનપણમાં આપને બાળ મંદિરથી લઇ સ્કૂલમાં પ્રવેશ કરાવી આપને ભણતર સાથે ગણતર પૂરું પાડી પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે છે. સ્કૂલમાં તેમના બાળકો અને બાળકી ઓ સારા વિચારો સાથે અભ્યાસ કરી માતા પિતાનું નામ રોશન કરે એવું દરેક બાળકો અને બાળકીઓના માતા પિતા એવું વિચારતા હોય છે, પણ જેમ જેમ તેમના બાળકો અને બાળકી યુવા અવસ્થામાં આવતા તેમના માતા પિતા અને પરીવારના સંસ્કારો ભૂલી ઘણું બધું પોતાના મન થી કરે છે, પણ તેના કારણે સમય જતા ઘણા બધા બાળકો અને બાળકી ઓ પોતાના મનનાં અમુક એવા વિચારોથી માતા પિતાને અને પરિવારોને સમાજમાં નીચું જોવાનું આવે છે, પણ આપણે વાત કરી રહ્યાં છીએ જીવન વિશે તો આપને પરમ પરમાત્મા ઈશ્વરે આ અમૂલ્ય મનુષ્ય જીવ આપ્યો છે, એને આપણે સુખીથી અને શાંતિથી માતા પિતા અને પરીવાર સાથે હળી મળીને જીવન પસાર કરીએ પણ અત્યારનાં સમયગાળા દરમિયાન જોવા જઈએ તો જેમ જેમ બાળકો અને બાળકીઓ યુવા અવસ્થામાં આવ્યા બાદ ઘણાં બધાં નિર્ણયને પોતાના રીતે અને માતા પિતાને જાણ કર્યાં વગર લઈ લીધા બાદ જીવનમાં ઘણી વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ જીવન એવું જીવો કે તમારી જરૂરિયાતો ને પૂર્ણ કરો માતા પિતા દરેક પુત્ર હોઈ કે પુત્રી તેમના માટે સારું વિચારતા હોઈ છે એ હર હંમેશ તેમના સંતાનો માટે સારૂ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણું બધું વિચારતા હોય છે મારો છોકરો કે છોકરી અમારાં પરીવારનું નામ રોશન કરે એવા સપનાઓ જોતાં હોય છે, પણ જીવન જીવવા માટે આપણા માટે એક શીખ છે, આપણે દરેક કાર્ય કરતાં પહેલા માતા પિતા અને વડીલોને વાત કરી જીવન માં કોઈ પણ કાર્ય કરવું જોઈએ, તો આપણું જીવન સાકાર કરી શકીએ. જીવન જીવવા માટે માતા પિતાને જેટલી મુશ્કેલી આવે છે એજ મુશ્કેલી માંથી તે લોકો શીખ મેળવી એજ ભૂલ તેમના સંતાનો ના કરે તે જ માટે માતા પિતા આપણાં જીવન માટે આપને દરેક વખતે કોઈપણ કાર્ય માટે આપને ઘણું બધું શિખવાડતા હોઈ છે. આપણે તેમની દરેક વાત માની અને આપણે શીખી આપણા જીવનમાં તેમના વિચારો સાથે રાખી આપણું જીવન સાર્થક કરી શકીએ. આ વાત અને આ જીવનનાં અનુભવ વિશે વિશેષ લખવાનું મન થયું જીવન એવું જીવો આપણાં માતા પિતા અને વડીલોનો પાસે દરેક સમયે સચોટ માર્ગદર્શન મેળવીએ માતા પિતા આપણાં સારા માટે અને આપણા જીવન આપણે આગળ આવીએ એના માટે આપણે ઘણું બધું કહેતા હોય છે આપણે દરેક વાત તેમની માની આપણા જીવનમાં દરેક વાત માની જીવન જીવવા માટે શીખતાં રહીએ *જીવન એવું જીવો લોકો તમારા માંથી શીખી શકે* *જીવન એ ઈશ્વર અને પરમાત્માએ આપેલી અમૂલ્ય ભેટ છે.* જીવનમાં આપને ઘણા બધાં લોકો આપને ઘણું બધું કહે છે. આપને શું કરવું એ આપણા વિચારો અને માતા પિતા પાસે સચોટ માર્ગદર્શન મેળવી જીવનમાં આગળ વધવું. જીવન જીવો મોજ મસ્તીથી અને જીવનમાં ઘણું બધું શીખવા પણ મળશે.*જીવન જીવો મોજ થી જીવો* આ વાત અને આ વિચાર તમને પણ ગમ્યો હોય તમારો અભિપ્રાય આપી શકો છો.
જીવન એટલે શું!?..
Views: 93
Read Time:5 Minute, 5 Second