જંબુસર શહેરમાં તસ્કરોનો તરખાટ, એક જ દિવસમાં 4 મકાનોના તાળા તોડ્યા, રૂ. 2.34 લાખની ચોરી કરી ફરારભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પોલીસને પડકાર આપતા હોય તેમ તસ્કરો સક્રિય બન્યા છે. શહેરમાં એક જ દિવસમાં 4 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં બે મકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બંને જગ્યાએ મળી તસ્કરોએ રૂ. 2.34 લાખના મુદ્દામાલની ચોરી કરી છે.જંબુસરની સનરાઈઝ સોસાયટી, કિસ્મત નગર, પંચશીલ સોસાયટી અને શ્રીજીકુંજ સોસાયટીમાં તસકરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાંથી પંચશીલ સોસાયટીમાં રહેતા શબિહાબેન સીરાજભાઈ વોરા પટેલના ઘરમાંથી રોકડ રૂપિયા 50 હજાર સહિત સોનાના દાગીના મળી કુલ 1.34 લાખ મત્તાની ચોરીની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાઈ છે.બીજી બાજુ કિસ્મત નગર સોસાયટીમાં પણ એક બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી 1 લાખ ઉપરાંતના મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે સ્થળોએ પણ બંધ મકાનના તાળા તૂટયા હોવાનું સામે આવતા તસ્કરો પોલીસને પડકાર આપતા હોય તેમ જણાવાઈ રહ્યું છે. જોકે. સમગ્ર ઘટનાને પગલે જંબુસર પોલીસ પણ હરકતમાં આવી છે અને જેતે વિસ્તારના સીસીટીવી ફુટેઝ મેળવી, ડોગ સ્ક્વોર્ડ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જંબુસર શહેરમાં તસ્કરોનો તરખાટ, એક જ દિવસમાં 4 મકાનોના તાળા તોડ્યા, રૂ. 2.34 લાખની ચોરી કરી ફરાર…
Views: 81
Read Time:1 Minute, 51 Second