Read Time:1 Minute, 12 Second
ભરૂચ તાલુકાના કંથારીયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલ પ્રશાસનને થતા તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર યુવાને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે બનાવની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.