Read Time:1 Minute, 9 Second
અંકલેશ્વરની ગડખોલ પાટિયા ફાટક નજીક આવેલી ઝૂપડપટ્ટીનું દબાણ હટાવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની ગડખોલ પાટિયા ફાટક નજીક આવેલી ઝૂપડપટ્ટીમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને રેલવે તંત્ર દ્વારા દબાણો દૂર કરવા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી અને ગત 12મી સપ્ટેમ્બર સુધીમાં તમામ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.નોટિસ બાદ પણ દબાણો દૂર નહિ કરવામાં આવતા આજે બુધવારે રેલવે વિભાગ દ્વારા રેલવે પોલીસ અને અંકલેશ્વર શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. દબાણ હટાવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.