સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવ શાળા પરિસરમાં ઉત્સાહભેર ઉજવાયો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવ માં વિદ્યાર્થીઓ એ ગુરુવંદના થી શરૂઆત કરી ગુરુ-શિષ્ય, ભગવાન-ભક્ત, દાદા-દાદી, માતા-પિતા, મામા મામી, ભાઇ- બહેન, પડોશી, દેશપ્રેમ, સ્વપ્રેમ, જેવા સંબંધોને ઉજાગર કરતા મૂલ્ય લક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમ નિહાળી શ્રોતાઓ ભાવ વિભોર બન્યા હતા. વિદ્યાર્થીઓ માં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધો મૂલ્યલક્ષી બને એ હેતુથી કાર્યક્રમ રજુ કરાયો હતો.આ વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં 525 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તદ ઉપરાંત શાળામાં ૨૦, ૨૫ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કરાયા હતા. શાળામાં નિયમિત હાજરીને મહત્વ અપાતા વર્ષ ૨૦૨૨-૨૩ માં આર્ય પટેલે ૧૦૦% હાજરી હોય તેને સર્ટીફિકેટ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રીજનલ ડાયરેક્ટર ઓફ સ્કુલ નોર્થ એન્ડ સાઉથ ઇન્ડીયા, ઝી લર્ન લિમિટેડ ન્યુ દિલ્હી થી ડો. ચિત્રા જોષી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે પધારેલ હતા. સંસ્કાર ભારતી ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટા, ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા, જુગલ કિશોર રુઈયા, ડી.ઈ.ઓ. કિશન વસાવા, અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સમાપન “વસુધૈવ કુટુમ્બકમ”વિશ્વને એક કુંટુંબ માનવાની ભાવનાને ઉજાગર કરતા અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતું. શાળાનો વાર્ષિક રિપોર્ટ શાળાના સંચાલક જાસ્મીન મોદી એ આપ્યો હતો.
ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં ‘રિશ્તે’ થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
Views: 46
Read Time:2 Minute, 37 Second