ધુળેટીનો પ્રાકૃતિક રંગ એટલે કેસૂડો. હોળી તહેવાર પૂર્વે કેસુડાના ફૂલ એકત્ર કરતા આદિવાસી સમાજ ના યુવાનો નજરે પડી રહ્યા છે. ફાગણ માસના ધોમધખતા માં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસૂડો આદિકાળથી એક અનેરું સ્થાન છે. કેમિકલયુક્ત રંગો એ કેસૂડાં ના પ્રાકૃતિક રંગ ની રંગત ઝાંખી કરી છે. આદિવાસી સમાજ હોળી ધૂળેટીના પર્વ આજે આદિકાળથી કેસૂડાં ના ફૂલો સાથે ઉજવણી કરતા હોય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા,નેત્રંગ અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ,સાગબારા તાલુકામાં પુરબહારમાં કેસુડો ખીલી ઉઠ્યો છે.કેમિકલયુક્ત રંગોનું સામ્રાજ્ય સમાજ પર ન હતું ત્યારે કેસૂડાં જેવા બહુગુણી ફૂલોના રંગોથી ધુળેટી મનાવવામાં આવતી હતી. જેથી તહેવારોની મઝા સાથે સ્વાસ્થ્યની પણ જળવાતું હતું. આદિવાસી લોકો કેસૂડાંના ફૂલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરે છે. હોળી દરમિયાન આદિવાસી સમાજમાં થતા ગેર નૃત્યમાં લોકો કેસૂડાંના ફૂલ થકી તૈયાર કરેલા રંગો લગાવી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. કેમિકલ રંગ છોડી આપણે કેસૂડાના ફૂલોના રંગનો ઉપયોગ કરવો જોઈએ.જેથી પાણીનો વ્યય પણ અટકાવી શકાય.
હોળી-ધુળેટીનો પ્રાકૃતિક રંગ એટલે જ કેસૂડો…
Views: 83
Read Time:1 Minute, 43 Second