હાલમાં કોરોના મહામારીને લઈને કોરોના વોરિયર બનીને ડોકટરો અને પોલીસ કર્મીઓ યુધ્ધના ઢોરને કામગીરી કરી રહ્યા છે. ત્યારે બહાર રખડવા માટે સુરતનો એક યુવક પોલીસ બનીને ફરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અગાઉ પણ સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા ઇસમોને સુરત પોલીસે પકડ્યા છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત SOG પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી પોલીસ બનીને ફરતા યુવકની અટકાયત કરીને તેની પૂછપરછ કરતા તે પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનું સામે આવતા આ ડુપ્લીકેટ પોલીસ બની ફરતા ઈસમની ધરપકડ કરી છે.આ યુવક પાંડેસરા વિસ્તારમાં પોલીસના યુનિફોર્મ પહેરી ફરી રહ્યો હતો અને પોતાની ગાડીમાં પોલીસ ની લાકડી પણ રાખીને ફરતો હતો. હેર સ્ટાઈલ અને પોલીસના રૂઆબ થી ફરતા અમિત ઉર્ફે સોનુ સિંગ નામના ઈસમની કરી SOG એ ધરપકડ કરી લીધી છે. અને તેણે પોલીસ બનીને ક્યાં ક્યાં ફર્યો છે અને કોઈ ગુનો કર્યો છે કે નહિ તે દિશામાં તપાસ નો દોર શરુ કર્યો છે.
આ યુવક લોકોમાં રોફ જમાવવા માટે પોલીસ યુનિફોર્મ પહેરી ફરી રહ્યો હતો, પરંતુ સુરત પોલીસના હાથે ચડી જતા તે હવે જેલ હવાલે થયો છે. આ અગાઉ કતારગામ પોલીસે પણ એક યુવકને આવી રીતે જ પોલીસ બની ને ફરતો હતો ત્યારે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.