વિકૃત પતિ પોતાની પત્ની પાસે પોર્ન સાઈટ મુજબ કરાવતો હતો સેક્સ, પત્ની ઇનકાર કરેતો ચારિત્રહીન ગણાવતો, “પોલીસ ફરીયાદ નોંધાઈ”
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના વિકૃત પતિની સેક્સની વિકૃત માંગણીઓથી કંટાળી જઈને આખરે મહિલા હેલ્પલાઈન ની મદદ મેળવી પોતાના પતિ અને સાસરિયા વિરૃદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
સોશ્યલ મીડિયા ઉપર પોર્ન સાઈટ ઉપર બ્લુ ફિલ્મો જોઈને સેક્સ વિકૃત બનેલા પતિએ પોતાની પત્નીને કામવાસનાનુ સાધન સમજી અવારનવાર તેની સાથે અલગ અલગ પ્રકારે શારીરિક સબંધ બાંધવાની માંગણી કરતો હતો. અને જયારે પત્ની ઇન્કાર કરતી ત્યારે પતિ તેને ઢોર માર મારતો હતો. વિકૃત પતિની આવી માંગણીઓથી પત્ની કંટાળી ગઈ હતી તેમ છતાં પોતાનું વિવાહિત જીવન ભાંગી ના પડે તેના ડર થી આ બધુ સહન કરતી હતી.
આ દરમિયાન પતિને નોકરીમાં પ્રમોશન મળતા બહારગામ જવાનુ થતા પત્નીને સાથે આવવા કહ્યું પરંતુ કોઈ કારણોસર પત્નીએ ના પાડતા પતિએ ફરીથી પોતાની પત્ની સાથે અલગ અલગ રીતે શારીરિક સબંધ બનાવવાની માંગણી કરી હતી. પરંતુ પત્ની આ વાતનો પણ ઇન્કાર કરી દેતા પતિ ગુસ્સે ભરાયો હતો અને મધરાત્રીએ ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી મહિલાએ પોતાના પતિના કારનામાઓ ની જાણ સાસુ અને સસરાને કરી પરંતુ તેના સાસુ સસરાએ પણ તેની સાથે ગેરવર્તન કરતા આખરે મહિલાએ કંટાળી જઈને મહિલા હેલ્પલાઇન 181 ઉપર કોલ કરી મદદ માંગી હતી. ત્યારબાદ મહિલા હેલ્પલાઇન ટીમે સમગ્ર બાબતે કાઉન્સલિંગ કર્યુ હતું ને પછી મહિલાને રામોલ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
જ્યાં મહિલાએ પોતાના વિકૃત પતિ કે જે કામવાસનાનુ સાધન સમજી પોતાની પત્ની પાસે અલગ અલગ પ્રકારની બીભત્સ શારીરિક માંગણીઓ કરતો હતો. જયારે પત્ની તેની માંગણીઓ સ્વીકારે નહી તો તેની સાથે મારઝૂડ કરતો હતો. એટલુંજ નહી પણ સાસરિયા વાળા મહિલાને મંગળસૂત્ર અને દાગીના પણ પહેરવા દેતા ન હતા. તો બીજીતરફ ખુદ પતિ પોતાની પત્નીને ચારિત્રહીન ગણાવી સમાજમાં બદનામ કરવાની કોઈ કસર બાકી રાખતો ન હતો. જેથી મહિલા પોતાના પતિ અને સાસુ સસરાથી ત્રસ્ત થઈને આખરે રામોલ પોલીસ સ્ટેશનમાં તેમની વિરૃદ્ધ દહેજ તેમજ શારીરિક માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી છે.