તૂટેલી કમરનો ઈલાજ છે ભરૂચના ખાડા’ રિક્ષા ચાલકે શહેરના ખાડા અને ગોલ્ડન બ્રિજનો અદભૂત વીડિયો બનાવ્યો…

Views: 84
0 0

Read Time:4 Minute, 13 Second

‘ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો શહેરના રિક્ષા ચાલકે હાથમાં વાજા પેટી અને અલગારી સાધુનો વેશ ધરી 143 વર્ષ બાદ નર્મદા મૈયા બ્રિજ બની જતા સુમસામ ભાસતા બ્રિજનો ચલ અકેલા.. મોજ ઉપર બનાવેલો વીડિયો ભારે વાયરલ થઈ ધૂમ મચાવી રહ્યો છે.ડિજિટલ ગુજરાતમાં આજે દરેકના હાથમાં એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળશે અને તેમાંય ખાસ કરી વિવિધ એપ ઉપર વીડિયો બનાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં ભરૂચના એક સ્લમ વિસ્તારમાં રહેતા યુવાને અત્યાર સુધીમાં એક હજારથી વધુ વીડિયો બનાવ્યા છે અને તેમાંય ખાસ કરીને બે દિવસ પૂર્વે ગોલ્ડન બ્રિજ ઉપર ગોલ્ડન બ્રિજની યાદમાં બનાવેલો વીડિયો અદભુત સાબિત થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ પણ થઈ રહ્યો છે. વીડિયો બનાવનારને લોકો સારો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.સમગ્ર વિશ્વમાં દરેક નાનામાં નાના વ્યક્તિ પાસે પણ એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળશે અને આજકાલ કેટલાય લોકો મોબાઇલમાં ગમે ત્યાં ઊભા રહીને વીડિયો બનાવતા હોય છે. મનોરંજન પૂરું હવે સોશિયલ મીડિયા ઉપર મળી રહ્યું છે. ભરૂચ શહેરના ફાટા તળાવ વૈરાગી વાળના સ્લમ વિસ્તારમાં રહેતા અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા રિક્ષા ચાલક નરેશ સોંદરવા જેણે વીડિયો બનાવાનો અદભુત શોખ છે અને તેણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ વીડિયો બનાવી લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે.1000 વીડિયોમાં સૌથી વધુ વીડિયો તાજેતરમાં ગોલ્ડન બ્રિજમાં બનાવેલો વીડિયો છે. ભરૂચના ખાડાને દર્શાવતો વ્યંગ વીડિયો સતત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગોલ્ડન બ્રિજમાં બનાવેલા વિડિયોમાં નર્મદામૈયા બ્રીજ જ્યારથી ખૂલ્લો મુકાયો ત્યારથી ગોલ્ડન બ્રિજ એકલો પડી ગયો છે. કારણ કે, 143 વર્ષ સુધી આ ગોલ્ડન બ્રિજ વાહનોથી ભરચક હતો અને આજે આ ગોલ્ડન બ્રિજ વાહનો વિના એકલો થઈ જતા નરેશ સોંદરવા ગોલ્ડનો એક વીડિયો બનાવ્યો છે.વીડિયોમાં જુના ફિલ્મનું એક ગીત સાથેની એક્ટિંગ અદભૂત કરી છે. આ વીડિયોમાં કવિ કહેવા માગે છે કે, ચલ અકેલા ચલ..અકેલા ..ચલ.. એટલે હવે ગોલ્ડન બ્રિજ એકલો પડી ગયો છે. અંગ્રેજોના જમાનામાં વખતનો ગોલ્ડન બ્રિજ આજે પણ અડીખમ છે. નર્મદામૈયા બ્રીજમાં સતી સર્જાશે તો પણ ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લાના વાહન ચાલકોનો ભાર ખમી શકે તેમ છે. તો તાજેતરમાં ભરૂચમાં પડેલા ખાડાઓની સ્થિતિ દર્શાવતો વીડિયો ખુબજ રમુજી છે. જેમાં ભરૂચના રસ્તાઓ પર પડેલા ખાડામાંથી વાહન પસાર થતા દર્દીઓની કમરનો દુખાવો મટી જવાનો વ્યંગ રજૂ કરાયો છે.આ વીડિયોના કલાકાર નરેશ સૌંદરવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોલ્ડન બ્રિજમાં કેદ કરાયેલું ગીત અને ભરૂચના રસ્તા અંગેનો વીડિયો હાલ જિલ્લાના અને ગુજરાતના દરેક વ્યક્તિના મોબાઇલમાં સતત વાયરલ થયો છે. જેની તેને અનહદ ખુશી છે અને માત્ર પોતાના શોખ ખાતર અને જનજાગૃતિના હેતુસર તેઆવા વીડિયો બનાવે છે અને સોશ્યલ મીડિયામાં શેર કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ગુરૂકૃપા સોસાયટીના બે બંધ મકાનો સહિત મનોરથ સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ...

Thu Sep 23 , 2021
Spread the love             અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ગુરૂકૃપા સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા ચિંતન પંડ્યા ગતરોજ પોતાનું મકાન બંધ કરી અંકલેશ્વરમાં રહેતા તેઓની સાસુની તબિયત સારી ન હોવાથી તેઓના ઘરે […]

You May Like

Breaking News

error: Content is protected !!