ગુજરાતમા ફસ્ટ મોડર્ન ડીસ્ટીલરી પ્લાન્ટ નર્મદા સુગરમા સ્થાપવા માટે ઇન્ડસ્ટ્રીઅલએક્સસિલેન્સ એવોર્ડથી સન્માનીત કરવામાંઆવ્યા
દિલ્હી ખાતે યોજાનારા એવોર્ડ સમારંભમા એવોર્ડ સ્વીકારાયો
ભરુચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરને આજે વધુ એક નેશનલ કક્ષાના ઇન્ડસ્ટ્રીઝએશીલન્સી
એવોર્ડ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે.નર્મદા સુગર ધારીખેડાને તેમના ઈથનોલ પ્રોજેકટની ઉત્કૃષ્ટ કામગીરી બદલવધુ એક
નેશનલ કક્ષાના ઇન્ડસ્ટ્રીઝ એક્ષીલન્સી એવોર્ડની જાહેરાત કરવામા આવી હતી.જેનો આજે દીલ્હી ખાતે ઉત્તરપ્રદેશના કૃષિમંત્રીના
વરદહસ્તે નર્મદા સુગરના પ્રતિનિધિ સંજય જોશીએ સ્વીકાર્યો હતો. આ નેશનલ કક્ષાના એવોર્ડ મળતા સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી છે..આ વર્ષે વધુ એક રાષ્ટ્રીય કક્ષાનો૧૮મો એવોર્ડ નર્મદા સુગરને મળ્યો છે.
આ બાબતે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલેજણાવ્યુ હતુ. કેમિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેકનોલોજીભારત સરકાર ધ્વારા
માન્યતા પ્રાપ્ત થી સુગર ટેકનોલોજિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા નર્મદા સુગરને ગુજરાતમાં ફર્સ્ટ મોર્ડન ડીસ્ટીલરી પ્લાન્ટ
સ્થાપવા માટે ઇન્ડસ્ટ્રીઅલ એક્સસિલેન્સ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી રહયા છે. નર્મદા સુગરના વિવિધ ખેડૂતોને ઉપયોગી નવા પ્રોજેકટ નર્મદા સુગર દ્વારા હાથ ધરવામા આવ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની સુગર મિલોને ઇથેનોલ બનાવવાનુંઆહવાહન કરવામા આવ્યુ હતુ. આ પ્રોજેક્ટની ઉત્કૃષ્ટ કામગીરીની ભારત સરકારે બિરદાવી છે તે બદલ ચેરમેન ધનશ્યામભાઈએ
નર્મદા સુગર પરિવાર ધી સુગર ટેકનોલોજિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો. અત્યાર
સુધીમા રાજયકક્ષાના અને નેશનલ લેવલના ૧૮ એવોર્ડ મળ્યા છે.