અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારતનાં ૫૦૮ રેલવે સ્ટેશનનો પુન: વિકાસ માટેનો શિલાન્યાસ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમ યોજાયો

Views: 87
0 0

Read Time:8 Minute, 25 Second

******

ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. -સાંસદશ્રી મનસુખભાઈ વસાવા******

૧૧૭ વર્ષથી અવિરત સેવા આપતા આવેલા રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થતા ભરૂચની ભવ્યતા અને અસ્મિતા ઉજાગર થશે****

ભરૂચ-રવિવાર- આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના ૫૦૮ રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો.

શુભપ્રસંગે મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ લોકોએ નિહાળી હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવે સભાને સંબોધતા કહ્યું હતું કે, આજનો દીવસ આનંદ અને ખુશીનો દીવસ છે. અમૃતકાળનો પ્રારંભ નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે ભરૂચ સહિત ભારતના ૫૦૭ જેટલા રેલ્વે સ્ટેશનોનો કાયાપલટ થશે. ભરૂચ રેલ્વે સ્ટેશન માટે અનેક લોકોની રજૂઆતો અમારા સુધી આવી તેને સરકાર સુધી પહોચાડી અને આજે તેનું પરિણામ તમારા સામે છે. ૩૪ કરોડના ખર્ચે જ્યારે આ રેલવે સ્ટેશનું નવનિર્માણ થશે ત્યારે આ સ્ટેશનમાં તમામ યાત્રીઓ માટે જરૂરીયાત મુજબની તમામ સુવિધા મળતા પ્રવાસી માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતા રહેશે. તેમની સાથે સાથે દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોને મૈત્રીપૂર્ણ સુવિધાઓ પણ ઉપબ્ધ બનશે.

આપણા ભરૂચની ઓળખ સમાન તેની અસ્મિતાભર્યો ઈતિહાસની ઝાંખી કરવાતું નવું રેલ્વે સ્ટેશન બનશે. એટલુ જ નહી ભરૂચ રેલવે સ્ટેશન સાથે દે- ગામ પાસે મેટ્રો સ્ટેશન બનતા ભરૂચના લોકોની મુસાફરી વધુ ઝડપી બનશે. એટલે જ કહી શકાય, અમૃતકાળના પ્રારંભે પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે પહોચવા આપણે સૌ હવે કટીબ્ધ રહેવું જ પડશે. ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. આપણા ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વિ વડાપ્રધાન નવી દીશા અને ગાઢ સંકલ્પ સાથે ભારત દેશને સાથએ લઈને ચાલતા અદના વ્યક્તિ છે. જે હરહંમેશ સામાન્ય માણસોની ચિંતા કરતા દેશને સમુધ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવા સતત પ્રયત્નશીલ છે. યશસ્વિ વડાપ્રધાન નક્કર કાર્યક્રમ અને વિઝન થકી રાષ્ટ્રહીતમાં કામ કરી રહ્યા છે.

“હર હાથ મે કામ“ ના સૂત્ર થકી દરેક યુવાને રોજગારી મળે તેવા હેતુથી રોજગારીની તકો સર્જાઈ રહી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારની યોગ્ય નિતીઓને કારણે ભારત અને ગુજરાતભરમાં મોખરે ભરૂચ જિલ્લામાં નવા -નવા પ્રોજેક્ટો અને ઉદ્યોગો આવી રહ્યા છે. આ નવા ઉદ્યોગો નવી રોજગારીની તકોનું સર્જન કરશે.

આ પ્રસંગે, ઉમેરતા કહ્યું હતું કે, આઝાદીના લડવૈયાઓનું યોગદાનને યાદ કરવાનો સમય આવી રહ્યો છે. રાષ્ટ્રગૌરવ સાથે મેરી મિટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં તમામને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અરૂણસિંહ રણાએ પણ પ્રસંગોચિત્ત ઉદબોધન કર્યું હતું.

દેશના ૫૦૮ રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના ધારાસભ્યશ્રી સર્વેશ્રી રમેશભાઈ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાધલ,ચિફ પ્રોજેક્ટ મેનેજર વડોદરા મંડલ વેસ્ટન રેલવે શ્રી કે.એલ. મિના, જિલ્લા ભાજપના અગ્રણીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, રેલ્વે વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

*

રેલવે સ્ટેશનોને માત્ર સેવાના સાધન તરીકે જ નહીં પરંતુ એક સંપત્તિ તરીકે વિકસાવવાના માનનીય વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા પર ખૂબ જ મહત્વ આપ્યું છે જેથી સામાન્ય રેલ યાત્રીઓને પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ ટ્રેન મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થઈ શકે, રેલવે સ્ટેશનોનું સ્વરૂપ બદલવાના આ પ્રયાસમાં, ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, “અમૃત ભારત સ્ટેશન” યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજનાનો હેતુ રેલવે સ્ટેશનોનો સતત વિકાસ કરવો, તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને સુવિધાઓની સાથે સાથે યાત્રીઓને સલામત, આરામદાયક અને આનંદપ્રદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરાવવા માટે સેવાઓને પ્રોત્સાહિત કરવાનો છે.

“અમૃત ભારત સ્ટેશન” યોજનાને ઝીણવટભર્યામાસ્ટર પ્લાનિંગના આધાર પર બનાવવામાં આવી છે, જે દરેક સ્ટેશનની ચોક્કસ જરૂરિયાતો અને માંગને પહોંચી વળવા માટે રચાયેલ છે. આ માસ્ટર પ્લાન્સના ઘટકોને અમલમાં મૂકીને, યોજના એક વ્યૂહાત્મક અને સુવિચારીત વિકાસ પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે જે દરેક સ્ટેશન પર આધુનિક સુવિધાઓ અને સુવિધાઓના અવિરત એકીકરણને પ્રોત્સાહન આપે છે.( બોક્સ)*ભરૂચના “અમૃત ભારત સ્ટેશન” ની મુખ્ય વિશેષતાઓ*

સ્ટેશન ભવનનો પુનઃ વિકાસ, સ્ટેશનોનો ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકાસ, સ્ટેશન સુધી પહોંચવાના રસ્તાઓમાં સુધાર, સૌંદર્યતાની દ્રષ્ટીએ બનાવેલ પ્રવેશદ્વાર સાથે સ્ટેશનનો અગ્રભાગ, સ્ટેશન પ્રવેશ, બુકિંગ ઓફિસ, પ્લેટફોર્મની ઊંચાઈ અને સપાટી, સાઈનેજ, રોશની, પ્રતીક્ષા વિસ્તારો, વોટર બૂથ, શૌચાલય વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓનો સુધાર, લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ,પાર્કિંગ સહિત આસપાસના વિસ્તારનો વિકાસ, લિફ્ટ અને એસ્કેલેટર સાથે પહોળા ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) ની જોગવાઈ. તે શહેરને બંને તરફથી જોડશે, વિના મૂલ્યે વાઈ-ફાઈ સુવિધા, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના જેવી નવીન પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન વગેરે જેવી સુવિધા આપવામાં આવી છે. ૦૦૦૦

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુજનીનું થશે માસ પ્રમોશન અને માર્કેટીંગ:વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠલ ભરૂચની સુજનીને ભરૂચ સ્ટેશન પર સ્ટોપ મળશે

Sun Aug 6 , 2023
Spread the love             કેન્દ્ર સરકારની ‘One District, One Product પહેલ ગુજરાતની ‘વિસરાતી’ કળા-કારીગરીને જીવતદાન આપનારી બની રહેશે. રાજ્ય સરકારે ODOP હેઠળ રાજ્યના દરેક જિલ્લાની એક કે તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી છે.7મી ઑગસ્ટના રોજ જ્યારે નેશનલ હૅંડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે ODOP […]

You May Like

Breaking News

error: Content is protected !!