ભરૂચ જીલ્લાના લોકો માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી 2025નાં અંત ભાગમાં આ કાર્ય પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે. મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા તેમજ અન્ય અધિકારીઓએ જાત મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી.ભરૂચ જીલ્લાના નદીકાંઠે આવેલ ખેડૂતો તેમજ નાગરિકોને મીઠું પાણી મળી રહે અને દરિયાનું ખારું પાણી નદીમાં ન ભલે તે માટે ભાડભૂત નજીક બેરેજ યોજના આકાર પામી રહી છે. ગુરુવારના રોજ મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.ન્વ્લાવાલા, યોજનાનાના સેક્રેટરી કે.બી.રાબડીયા, સી.ઈ. આર.કે.ઝા, એસ.ઇ. આર.જે.રાવ, જીલ્લા કલેકટર એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, એક્સીક્યુટીવ એન્જીનીયર એચ.કે.કટારીયા, ડી.કે.ગામીત સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અને કામગીરીની સમીક્ષા કરી હતી. ભરૂચ જીલ્લાના ભાડભૂત તરફના છેડેથી આ સમીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી.ભાડભૂત બાદ હાંસોટના ઉતરાજ તરફ આ ટીમ રવાના થઇ હતી અને ત્યાં પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેરેજ બનવાથી દહેજ અને હાંસોટ વચ્ચેનું અંતર પણ ઘટી જશે. બેરેજ ઉપર ચાર માર્ગીય લેન બનાવવામાં આવશે જેના ઉપરથી વાહનો પસાર થઇ શકશે. આ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ તેને વધુ વેગવંતી બનાવાય તે માટેની પણ સુચના આપવામાં આવી હતી.બેરેજની ડિઝાઈન અને બાંધકામ 3 તબક્કામાં પર્યાવરણીય વ્યવસ્થાપન પ્લાનમાં આવરી લેવાયા છે. જેમાં બાંધકામ પહેલા, પછીનો તબક્કો, કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, વાવાઝોડુ, ચક્રવાત, સુનામી, ઉંચા મોઝા ઉછરવા, પુર સાથે બેરેજની ડિઝાઈનને વર્ગીકૃત કરાઈ છે. ભાડભૂત બેરેજને સૌથી વધુ જોખમ પુરનુ છે તેથી જ તેની ગણતરી 1000 વર્ષની ધ્યાને લેવામાં આવી છે. કોને કેટલું પાણી આપવામાં આવાશે 500 મિલિયન કયુબીક મીટર મીઠા પાણીનો સંગ્રહ 60 મિલિયન કયુબીક મીટર ઘરવપરાશ માટે 10 મિલિયન કયુબીક મીટર લીફટઈરીગેશન માટે 200 મિલિયન કયુબીક મીટર ઉદ્યોગો માટે 130 મિલિયન કયુબીક મીટર આરક્ષિત રખાશેવિયર કમ કોઝવેની વિશેષતા કોઝવેની કુલ લંબાઈ 1663 મીટર કોઝવેની પહોળાઈ 30 મીટર ઉંચાઈ 3 મીટર ( પાણીની અંદર) ઉંચાઈ 7 મીટર (પાણીની ઉપર) કુલ દરવાજા 90 વર્ટિકલ ડિસ્ચાર્જ 77505 ઘન મીટર પ્રતિ સેકન્ડ બે સ્તંભો વચ્ચેનું અંતર : 15.50 મીટર
ભરૂચ જિલ્લા માટે મહત્વની ભાડભૂત બેરેજ યોજનાનું કામ વર્ષ 2025માં પૂર્ણ થવાનો અંદાજ…
Views: 87
Read Time:3 Minute, 26 Second