4 આરોપીઓની ધરપકડ, ચારેયના 7 દિના રિમાન્ડ; ભરૂચનો મૌલવી હજી પોલીસ પકડથી દૂર

Views: 73
0 0

Read Time:2 Minute, 31 Second

આમોદ તાલુકાના પુરસા ગામે રહેતાં એક શખ્સનું ગેરકાયદે રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાયો છે. જેની તપાસ જંબુસર ડિવિઝનના ઇન્ચાર્જ ડિવાયએસપી જે. એસ. નાયકને સોંપવામાં આવી છે. ત્યારે ડિવાયએસપીની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 25મી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં.આમોદ તાલુકાના કાકરિયા ગામના આદિવાસી પરિવારોના ધર્માંતરણના બહુચર્ચિત કેસ બાદ આમોદ તાલુકાના જ પુરસા ગામના શખ્સના ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો છે. પુરસા ગામે રહેતાં છગન રયજી પરમારને 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.જે બાદ તેને પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ પર રાખ્યો હતો. જોકે, બે વર્ષથી તેને પગાર નહીં આપવા સાથે ધર્માંતરણ બાદ તેને રહેવા માટે મકાન-પ્લોટ આપવા માટેનું એફિડેવિટ કરવા છતાં તેને તે સહૂલિયત ન મળતાં આખરે તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બનાવ સંદર્ભે ભરૂચ હેડક્વાટર્સના ડિવાયએસપી અને હાલમાં જંબુસર ડિવિઝનનો ચાર્જ સંભાળનાર જે. એસ. નાયકને તપાસ સોંપવામાં આવતાં તેમણે મામલામાં ઇમરાન નુરભા મલેક, જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરી તેમને શનિવારે કોર્ટમાં રજૂ કર્યાં હતાં. દરમિયાનમાં કોર્ટે ચારેય આરોપીઓને 25મી માર્ચ સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જીતાલી PHC સેન્ટર ખાતે ડિજિટલ ક્લાસ, એમ્બ્યુલન્સ અને આંગણવાડીનું લોકાર્પણ

Mon Mar 21 , 2022
Spread the love             અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં બેલ કંપની દ્વારા સીએસઆર ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ, સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમ તેમજ આંગણવાડી કેન્દ્રની ભેટ આપવામાં આવી જેનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ બેલ કંપની એ નજીકમાં આવેલ જીતાલી ગામને દત્તક લઇ વિવિધ […]

You May Like

Breaking News

error: Content is protected !!