લીમોદરા સુકવણા ગામે 1.41 લાખના સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડની ધોળે દિવસે ઘરનું તાળું તોડી ચોરી થવા પામી છે. ઝઘડિયા તાલુકાના લિમોદરા સુકવણા ગામે રહેતા અનિતાબેન મહેશભાઈ પાટણવાડીયા દરજી કામ કરી તથા તેમના પતિ ટ્રક ઉપર ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ અનિતાબેનના સાસુ કામ ઉપર ગયા હતા, ત્યારબાદ અનિતાબેન તેમના છોકરાઓ સાથે ફળિયાના લોકો સાથે તેમના સંબંધમાં પગુથણ ગામે બાબરીનો કાર્યક્રમ હોય પગુથણ ગામે ગયા હતા. અનીતાબેને તેમના ઘરને તાળું મારીને તેની ચાવી તેમના ઘરના સામે રહેતાં દિવાળીબેનને આપી હતી.અનિતાબેન તથા ફળીયાના અન્ય લોકો બપોરના ત્રણ વાગ્યે બાબરી માંથી પરત લીમોદરા ગામે તેમના ઘરે આવ્યા હતા, ત્યારે તેમના ઘરના આગળના દરવાજાને સ્ટોપર મારેલ હતી અને તાળું તૂટેલી હાલતમાં લટકાવેલું હતું. જેથી અનિતાબેનના ઘરમાંથી તસ્કરો રોકડા 23 હજાર, સોનાની નાની-મોટી વીટી નંગ ૯, ચાંદીના જુડા નંગ ૫, સોનાના પેન્ડલ નંગ ૫, ચાદીની કંદોરી નંગ ૯, ચાંદીના છડા નંગ-૨ ચાંદી ની લકી નંગ ૩, સોનાની બુટ્ટી નંગ ૧, ઝુમ્મર બુટ્ટી નંગ ૧, ચાંદીનું મંગળસૂત્ર ૧, ચાંદીની ચેઈન ૨, સોનાનું કોકરવું ૧ ચોરી થયા હતા. ચોરી થયેલ સોના ચાંદીના ઘરેણા કિં.રૂ. 1.18 લાખ તથા રોકડા 23 હજાર મળી ડબ્બાઓમાંથી કુલ 1,48 લાખના મુદ્દામાલની ચોરી અંગે અનિતાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પરિવાર સંબંધીના ઘરે બાબરીમાં ગયો તસ્કરોએ ઘરમાંથી દાગીના તફડાવ્યા..
Views: 85
Read Time:2 Minute, 3 Second