ભરૂચમાં ઠારની ખડીકીમાં બે જર્જરિત મકાન ધરાશાયી, 3નો આબાદ બચાવ…

Views: 69
0 0

Read Time:1 Minute, 39 Second

જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-13 થી 15 આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીન જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી. મંગળવારે મોડી સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક બાદ અચાનક ધડાકાભેર તેમના મકાનને અડીને આવેલ એક મકાનની છત અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.આ ઘટનામાં બાજુમાં જ રહેતા જીગર કાયસ્થના મકાનમાં તેમની માતા ભાવના, પત્ની હિના તથા પુત્રી નિત્યા ઘરમાં દબાયા હતા. અચાનક ધડાકાના પગલે આસપાસના સ્થાનીકો દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેવને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ નગર પાલિકા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સહિત 108 અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.સલામતીના ભાગરૂપે વિસ્તારનો વિજપૂરવઠો કટ કર્યો હતો. જોતજોતામાં જુના ભરૂચમાં લોકટોળા એકત્રીત થયા હતા. સ્થાનીક કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને માજી કોર્પોરેટર રાજેશ ચોહાણ સહિતના ભાજપના અગેવાનો પણ દોડી આવી બચાવ થયેલા ઘરના સભ્યોને સાંન્તવના પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઝઘડિયા GIDCની અવાવરૂ જગ્યામાં 1.75 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવ્યું...

Wed Nov 24 , 2021
Spread the love             ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકાના પાંચ પોલીસ સ્ટેશનો ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા રૂ.પોણા બે કરોડ થી વધુ નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.અને તેમાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા વર્ષમાં અલગ અલગ […]

You May Like

Breaking News

error: Content is protected !!