અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે બે કાર ને કચડી નાખી હતી અકસ્માતમાં કાર સવાર 3ને ઇજા પહોંચી હતી. રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર વડોદરા તરફ જતા ટ્રેક પર બનાવ બન્યો હતો. ટ્રક ચાલકે પાછળ કાર ટક્કર મારતા બે કાર ભટકાઇ હતી. વચ્ચે રહેલી કાર સેન્ડવીચ બની હતી. અકસ્માતના પગલે હળવો ત્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર સુરત થી ભરૂચ – વડોદરા તરફ જઈ રહેલા એસ્ટીમ કાર પાછળ પાછળ આવતી ટ્રક ધડાકાભેર ઘુસી જવા પામી હતી જેને લઇ એસ્ટીમ કાર આગળ ચાલતી એસેન્ટ કાર સાથે ભટકાઇ હતી.અકસ્માતને પગલે વચ્ચે રહેલા એસ્ટીમ કાર સેન્ડવિચ બની ગઈ હતી અને વચ્ચે થી હતી ડિવાઈડર પર આવી ગઈ હતી જે બાદ એસેન્ટ કાર ને પણ ટ્રક ચાલાક ઢસડી ગયો હતો. અકસ્માતમાં કાર સવાર 3 ઈસમો ને ઇજા પહોંચી હતી તેને ખાનગી હોસ્પિટલમાં સવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માત ના પગલે સુરત થી વડોદરા જવાના માર્ગ ઉપર ભારે ટ્રાફિક સર્જાવા પામ્યો હતો.
અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે બે કારને કચડી : 3ને ઇજા
Views: 62
Read Time:1 Minute, 29 Second