0
0
Read Time:1 Minute, 0 Second
શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ખંભાતની એક ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીને લગ્ન પ્રસંગમાં મદદરૂપ બની સેવાભાવી કાર્ય કર્યું…
ભરૂચ :: ખંભાત નગરની એક મુસ્લિમ પરિવારની ગરીબ દીકરીને લગ્ન પ્રસંગે મદદરૂપ બની યુ એસ સ્થિત સુન્ની શકાગી કમિટીએ એક સરાહનીય કાર્ય કર્યું છે. ખંભાત નગરમાં સ્થાયી થયેલા એક મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે ઉપરોક્ત સેવાભાવી સંસ્થા દ્વારા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુ એસ સ્થિત શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા કોઈપણ કુદરતી આફતના સમયે પણ આફતગ્રસ્ત લોકોને મદદરૂપ બની એક ઉમદા કાર્ય કરે છે..