અંકલેશ્વરમાં ચોમાસા સીઝન આવતાજ ઉદ્યોગોનું પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાનો સિલસિલો યથાવત જોવા મળે છે. સી.પમ્પીંગ સ્ટેશનને લઇ અમરાવતી નદી ચાલુ સીઝન માં 4 વાર દુષિત થઇ છે તો છાપરા ખાડી માં પણ પ્રદુષિત પાણી ફેલાયું છે આમલાખાડી માં પણ ચાલુ વર્ષે ત્રીજીવાર પાળો ઓવર ફળો થયો છે. અને અત્યંત એસિડિક પાણી સીધું આમલાખાડી માં વહી રહ્યું છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ દિશા નિર્દેશ હોવા છતાં આમલાખાડી પ્રદુષિત પાણી છોડવામાં આવતા કન્ટેમ ઓફ કોર્ટ થઇ રહ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે અનેક વાર ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય આવી રહ્યું છે.તો બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા પાઇપ લાઇન દ્વારા ડિસ્ચાર્જ કનેક્શન હોવા છતાં ખાડી માં કેમિકલ યુક્ત પાણી વરસાદી પાણી સાથે છોડી મૂકે છે. એટલું જ નહિ ભૂતિયા કનેક્શન મારફતે પણ પ્રદુષિત પાણી છોડી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અગાવ મંજુર થયેલ ઓવરહેડ પાઇપ લાઈન પાઇપલાઇન પ્રોજેક્ટ અમલમાં મૂકી દુષિત પાણી જાહેર માં છોડતા પર અંકુશ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે. તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે આજરોજ પિરામણ આમલાખાડી બ્રિજ પાસે ના પમ્પીંગ સ્ટેશન પરથી પ્રદુષિત પાણી ઠલવાયું હતું જેને લઇ જીપીસીબીને જાણ કરી હતી.
અંકલેશ્વરના પીરામણ ફાઇનલ પમ્પિંગ સ્ટેશનમાંથી ફરી કેમિકલયુક્ત પાણી આમલાખાડીમાં ઠલવાયું..
Views: 76
Read Time:1 Minute, 54 Second