141 વર્ષમાં પહેલી વખત ભરૂચના ગોલ્ડન બ્રિજમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવવામાં આવી અને ભરૂચ અને ગુજરાતના ગૌરવ એવા ગોલ્ડનબ્રિજ ઉપર પ્રથમ વખત વિશ્વ યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી.સોમવારે બપોરે 12 કલાકથી મંગળવારે બપોરે 12 કલાક સુધી ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ કરી દેવાયો હતો અને આ ઐતિહાસિક અને આઇકોનીક ક્ષણે ગોલ્ડનબ્રિજને ટ્રાય કલર્સ બ્લુનથી શણગારવામાં આવ્યો હતો. એટલું જ નહીં 1412 મીટર લાંબા બ્રિજમાં દર 100 મીટરે ટીવી સ્ક્રીન અને સ્પીકર્સ મુકાયા હતા અને ભરૂચ તરફ સ્ટેજ બનાવવામાં આવ્યું, જ્યારે વાહન પાર્કિંગની વ્યવસ્થા અંકલેશ્વર છેડે કરાઈ છે.જિલ્લાકક્ષાની ગોલ્ડનબ્રિજમાં યોગાની ઉજવણીમાં વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, શાળા, કોલેજો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને નગરજનો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકા, ગ્રામ્ય, શાળા, કોલેજો, સંસ્થા, નગર પાલિકા ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું . ગોલ્ડનબ્રિજમાં સાજ શણગાર, ટીવી સ્ક્રીન, સ્પીકર્સ અને તમામ વ્યવસ્થા બાદ ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવા યોગાનું આયોજન ભરૂચના આંગણે કરાયું છે.મંગળવારે સવારે 6 કલાકથી ટ્રાય કલર્સ બ્લુનથી સજેલા 1.4 કિલોમીટર લાંબા ઐતિહાસિક ગોલડનબ્રિજમાં 1000થી વધુ યોગ્ય સાધકોની વિવિધ યોગ મુદ્રાનો અદભુત નજારો જોવા મળયો હતો.આવીજ રીતે ભરૂચ પોલીસે પણ યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી. નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેના ઉપર જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ફ્લોટિંગ યોગાનું આયોજન કરાયું હતું. ભરૂચમાં આ અનોખા યોગા કાર્યક્રમને શહેરીજનોએ નર્મદા મૈયા બ્રિજ પરથી માણ્યો હતો.
ગોલ્ડનબ્રિજના 141 વર્ષે 4633 ફૂટ લાંબી ગ્રીન કાર્પેટ બિછાવાઈ, ફુગ્ગાથી શણગારેલા બ્રિજ પર 1000થી વધુ વિદ્યાર્થીઓએ યોગા કર્યા
Views: 74
Read Time:2 Minute, 33 Second