ભરૂચની બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જતા માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ કરાવતા પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો છે.ભરૂચ જીલ્લામાં હાલ ચોમાસાની સીઝન શરુ થતા જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.આ ખાડાઓને પગલે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.ત્યારે ભરૂચની જંબુસર ચોકડી ઉપર પણ ખાડાઓનું અસ્તિત્વ જોવા મળ્યું છે જેને પગલે અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના બની રહી છે.ત્યારે આ ખાડાઓ પૂરાવ માટે તંત્ર નહી પરંતુ આ સ્થળે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો આગળ આવ્યા છે.અને પોલીસ જવાનોએ જાતે ખાડાઓનું પુરાણ કરાવી અકસ્માતની ઘટના બનતી ઘટકે સાથે વાહન ચાલકોને હાલાકી નહિ પડે તેવી સરાહનીય કામગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે જો પોલીસ જવાનો પોતાની ફરજ સમજતા હોય તો માર્ગ અને મકાન વિભાગ કેમ આળસુ બન્યું છે તેવા સવાલો ઉભા થયા છે.
પોલીસકર્મીની સરાહનીય કામગીરી:ભરૂચ શહેરમાં માર્ગ પર પડેલા ખાડાના કારણે અકસ્માત ન સર્જાય તે માટે પોલીસકર્મીએ જાતે જ ખાડા પૂર્યા
Views: 149
Read Time:1 Minute, 17 Second