૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
તા.૧૪ મી ઓગષ્ટના રોજ સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ વાગે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી સાથે ધ્વજારોહણ સંપન્ન થશે. તે વેળા પ્રજાજનોને મંત્રીશ્રી દ્વારા સંબોધન પણ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪મી ઓગસ્ટના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરાશે. આ અંગેના નિયત કાર્યક્રમ અનુસાર સુનો ગોર સે દુનિયા વાલો, કુમ કુમના પગલાં પડ્યા અને મોતિ વેરાણા ચોકમાં આવ્યા અંબે મા, યે દેશ હે વીર જવાનો કા, ચમકેગા ઈન્ડીયા અને ફીટ ઈન્ડિયા, નમસ્તે હાથ જોડો તુમ સબકો નમસ્તે વિષયક કૃતિઓ રજુ કરાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. આ વેળાએ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનના સાંસ્કૃત્તિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થશે.