ભરૂચ જિલ્લામાં મેડિકલ ડીગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરી દવાખાના ચલાવતા ૧૪ જેટલા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડ્યા.
કોરોના મહામારી વચ્ચે લોકોના જીવન સાથે રમત રમતા નકલી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં ૧૪ જેટલા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે, ભરૂચના દહેજ વાડી વિસ્તાર અને જોલવા તેમજ પરિયાદરા વિસ્તાર માંથી SOG પોલીસે એક મહિલા બોગસ ડોકટર સહિત પાંચ જેટલા તબીબોની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા, બાકરોલ, જીતાલી, પાનોલી તેમજ ઝઘડિયાના ઇન્દોરગામ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા દરોડા પાડી નકલી ડોકટરને ઝડપી પાડ્યા હતા, આમ જિલ્લામાંથી કુલ ૧૪ જેટલા સ્થળે કેબીન તેમજ મકાનમાં એલોપેથિક દવા અને ઇન્જેક્શન રાખી નકલી દવાખાના ધમધમાવતા ડોકટરોને ઝડપી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી હતી.
કોણ કોણ ઝડપાયા..!
(૧)બીટન બીપુલ પોદ્દાર રહે.હાલ શ્રવણ ચોકડી ભરૂચ
(૨)રુદ્રરાય નારાયણ રાય રહે,અંબીકા નગર,ગડખોલ અંકલેશ્વર
(૩)સર્વેશ્વર રાધાકીષ્ણ તિવારી,રહે,અંબીકા નગર,ગડખોલ,અંકલેશ્વર
(૪) બ્રાટીસ બીપુલ પોદ્દાર રહે,જોલવા ગામ પરમાર ફળિયું,વાગરા
(૫)અનિતા સુમંતા બીધાન બીસ્વા રહે,વાડી ફળિયું, દહેજ,
(૬)નમોરંજન જતીન્દ્રનાથ બીસ્વાસ રહે,વાડી ફળિયું,દહેજ
(૭)મધુમંગળ જયદેવ બીસ્વાસ રહે,જાગેશ્વર ગામ,દહેજ
(૮)બીશ્વજીત ત્રિનાથ બીસ્વાસ રહે,જાગેશ્વર ગામ,દહેજ
(૯)સુકુમાર સ્વપ્નકુમાર પાલ રહે,લખીગામ,દહેજ
(૧૦)સ્વપ્ન કુમાર મનોરંજન મલ્લિક રહે,શિવાંજલી સોસાયટી જીતાલી,અંકલેશ્વર
(૧૧)નિબાસ રાધાકાંત બીસ્વાસ રહે.રામનગર, બાકરોળ, અંકલેશ્વર
(૧૨)અનિમેષ અખિલ બીસ્વાસ રહે,બાકરોળ, અંકલેશ્વર
(૧૩)રાબીન જગદીશ રાય રહે,સકાટા ચોકડી,પાનોલી તેમજ
(૧૪)બિકાસ કુમાર કુમોદ ભાઈ બીસ્વાસ રહે,ઈંદોર ગામ,ઝઘડીયા નાઓની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ પોલીસે તમામ નકલી ડોકટરોને ત્યાંથી લાખોની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં એલોપેથિક દવાઓ ઇન્જેક્શન જેવી સામગ્રીનો સમાવેશ થાય છે.