નેત્રંગના કૃપ ગામના ખેડૂત ચંદ્રસિંગ હરી વસાવા અને એમના ધર્મપત્ની ઘાસચારો લેવા શનીવારે જંગલમાં ગયા હતાં. ઘાસચારો કાપતી વખતે અચાનક કપિરાજનું બચ્ચું ખેડૂતના ખબે બેસી ગયું હતું. અચાનક કપિરાજ ખભે આવી જતા ચંદ્રસિંગ ઢઘાઈ ગયાં હતાં.ખેડુતે પીછો છોડવવા ઘણાં પ્રયત્નો કર્યાં પરંતું વાનર બાળ છુંટુ પડ્યું નોહ્તું. વાનર બાળ ફરી ખેડૂતની છાતીએ વળગી પડ્યું હતું. ખેડૂતે વાનરબાળને દૂર કરવાં કોશિશ કરી પણ વાનરબાળના ગળાની ફરતે તાર વીંટળાયેલો જોતાં ખેડૂતને દયા આવી ગઈ.અને ઘરે લઈ જવનો નિર્ણય લીધો. ખેડૂત જોડે કપિરાજને જોતા ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘરે આવી લોકોએ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ કપિરાજ ખેડૂત સિવાય કોઈને પણ પાસે આવવા દેતું નોહ્તું. કલાકો બાદ ફોરેસ્ટની ગાડીમાં બેસાડી કપિરાજને પશુ દવાખાને પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાં કચેરી એ પહોંચ્યા બાદ કપિરાજે તોફાન મચાવ્યું હતું . અંતે ફરી ખેડૂત ચંદ્રસિંહ વસાવાને બોલાવી તેને જોડે રાખી કપીરાજની ટ્રીટમેન્ટ ડોક્ટર વેટરનરી ડોક્ટર કરી હતી. હાલ વાનરને ટ્રીટમેન્ટ આપી જંગલખાતાની કચેરીએ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો હતો.
નેત્રંગના કૃપથી ઘાયલ વાનરને જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ કર્યો..
Views: 75
Read Time:1 Minute, 40 Second