પત્રકાર એકતા સંગઠન ની પાટણ જિલ્લાની કારોબારી ની રચના કરવામાં આવી…

Views: 85
0 0

Read Time:4 Minute, 8 Second

*પત્રકાર એકતા સંગઠન*

ગુજરાત ના 30 જિલ્લાઓ માં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠન ની પાટણ ની મિટિંગ રાધનપુર નર્મદા નિગમ કચેરીના સંવાદ હોલ ખાતે યોજાઇ હતી.

આ મિટિંગ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા , પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાન સિંહ સરવૈયા,, પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ સમીર બાવાણી , પ્રદેશ અગ્રણી અંબારામ રાવલ, નીતિન ઘેલાણી, રાજેશભાઈ જાદવ, ભરતસિંહ રાઠોડ, દિનેશભાઈ કલાલ, હેમૂભા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા તેમજ ઉપસ્થિત મંચસ્ત મહાનુભવો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.

કાર્યક્રમ ની શરૂઆત માં મંચસ્થ મહાનુભવો નું હાજર તમામ પાટણ જિલ્લાના શહેર તેમજ તમામ તાલુકાના પત્રકાર મિત્રોએ પુષ્પ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ પ્રભારી શ્રી એવા ગૌરાગ ભાઈ પંડ્યા એ પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ વિશે હાજર પત્રકાર મિત્રો માહિતગાર કરતા જણાવ્યું કે આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણુક સર્વાનુમતે આપવામાં આવે છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતું ગુજરાતનું એક માત્ર પત્રકારો નું સંગઠન છે.

પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન માં પત્રકારો ની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા આજ થી 25 વર્ષ પહેલા જે લાભ પત્રકારો ને આપવામાં આવતા હતા તે તંત્ર ની બેદરકારી ને કારણે હાલની સ્થિતિ એ બંધ છે. પત્રકાર એકતા સંગઠન વતી પ્રતિનિધિ મંડળ સાથે શાશક પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે બે તબ્બકા ની બેઠક યોજી મહત્તમ પ્રશ્નો નાં નિરાકરણ આવશે તેવી પત્રકારો ને નવી આશાની જ્યોત આપી છે અને પત્રકારો નાં હિત માટે નિર્ણય અપાવવા નું બીડું ઝડપી હાલ ની સ્થિતિ એ 29 મો જીલ્લો મહેસાણા ની કારોબારી ની રચના કરી હતી.

પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાનું મતે જિલ્લા પ્રમુખ તરીકે નાનજીભાઈ ઠાકોર, ઉપ પ્રમુખ તરીકે નરેશભાઈ પરમાર, દિનેશભાઈ ઠાકર, વશરામભાઇ પટેલ તેમજ જે.કે.જોષી , મહા મંત્રી તરીકે ભગીરથસિંહ જાડેજા, નિલેશભાઈ પટેલ, ગોપાલભાઈ સિંધુ તેમજ હિતેશભાઈ ઠાકર , મત્રી તરીકે કિરણભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ તેમજ દત્તેશભાઈ ઠાકર , સહ મંત્રી તરીકે રવિભાઈ દરજી, વિક્રમસિંહ જાડેજા, બળવંતસિંહ રાણા તેમજ વિષ્ણુભાઈ ઠાકર , ખજાનચી તરીકે પ્રકાશભાઈ નાડોદા અને આઇ.ટી. સેલ તરીકે નવીનભાઈ ભોરણીયાની સર્વાનુંમતે વરણી કરાઈ હતી.કાર્યક્રમના અંતે તિથિ ભોજન લઈ સૌ કોઈ છુટ્ટા પડ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સેલોદ ગામના વસાવા (આદિવાસી) સમાજના સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરનારની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા ઝઘડિયા મામલદારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી..

Tue Mar 15 , 2022
Spread the love             ફરિયાદમાં જણાવ્યા અનુસાર સેલોદ ગામના ( આદિવાસી ) વસાવા સમાજનું સ્મશાન જે સેલોદ ગામની પૂર્વ દિશામાં અને નદીના કિનારે આવેલ છે જયાં અમો સમાજનાં વર્ષોથી ચાલતા રિત – રિવાજ મુજબ દફન વિધી દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવે છે. અમારા સમાજનાં વડીલોના કહેવા પ્રમાણે આ સ્મશાનની જગ્યા આશરે ૫ […]

You May Like

Breaking News

error: Content is protected !!